શ્રી ગુરૂકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં અસહકાર આંદોલન હેઠળ ગુજરાત વિદ્યાપીઠ દ્વ્રારા સ્વદેશી યાત્રા

વાંસદા ખાતે આવેલ શ્રી ગુરૂકુલ વિદ્યાલય રાણીફળિયામાં ‘ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી’ અભિયાન માટે કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું.

‘વંદે ભારત’ અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ સ્વદેશ યાત્રામાં જોડાયેલા અમદાવાદથી પધારેલા સીતારામભાઈ અને તેમના તાલીમાર્થીઓ દિપિક્ષાબેન, પરિમાબેન, વૈભવીબેન, પલકબેન, પ્રેમેન્દ્રભાઈ દ્વારા સરદાર પટેલના વિચારો, આત્ત્મસન્માન, એકતા, ગાંધીજીની 1920ની અસહકાર આંદોલન હેઠળ દેશનું ઘડતર, રચનાત્મક કાર્યક્રમ, વિદેશી શિક્ષણનો બહિષ્કાર તેમના મૂલ્યોની અવગણના કરી સ્વદેશી વસ્તુઓ, કૌશલ્યો,ઉદ્યોગો સ્થાપી દેશપ્રેમ, દેશહીતમાં પોતાનું યોગદાન આપવું. આત્મનિર્ભર ભારત બને તે માટે બીરસામૂંડાની 150ની જન્મ જયંતિની માહિતી, અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર, લોકજાગૃતિના કાર્યક્રમો કરી ભારતીય સમાજનો વિકાસ કરવા બદલ માહિતિ આપી હતી.
આ સ્વદેશી યાત્રાનો કાર્યક્રમ તારીખ 10નવેમ્બર થી 15નવેમ્બર એમ પાંચ દિવસની યાત્રા યોજવામાં આવી હતી. ‘આંતરરાષ્ટ્રીય અહિંસા’, ‘ગુરુકુળ શિક્ષણ પ્રણાલી, ‘વર્ધા શિક્ષણ’, અન્ન,વસ્ત્ર, આવાસ અને સર્વાગી વિકાસ માટે સામાજિક, શૈક્ષણિક,ઔધોગિક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. છેલ્લે ‘સ્વદેશ ગીત’ સંભળવવામાં આવ્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ વર્ષે ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનું આયોજન કરેલ છે જેનું મુખ્ય વિચારસૂત્ર “સ્નાતક –સ્વદેશી-સ્વાવલંબન-સરદાર” છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી હેમાબેન રાઠોડ, શિક્ષકો, ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમનામાં સ્વદેશ ભાવના જાગ્રત થઈ સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નવસારી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવો વિવાદ શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલી બાબતે જી. કલેક્ટર ને આપ્યુ આવેદનપત્ર.

ગણદેવી તાલુકાની સોનવાડી પ્રાથમિક શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલીથી વિવાદ DPEO કરતા DDOની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો.??? સોનવાડી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો પર કિન્નાખોરી રાખી કામગીરી…

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!