
વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ : નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ. 80 હજારની ભેટથી સુશોભિત
વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં સમાજસેવી તથા વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાગની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તે માટે રૂ. 80,000 કિંમતના કુલ 10 બાંકડાની ભેટ અર્પણ કરવામાં આવી હતી. બાગના સૌંદર્ય અને જનસુવિધા માટે આપેલી આ મૂલ્યવાન ભેટનું સર્વત્ર સ્વાગત થઈ રહ્યું છે.
આ પ્રસંગે રાકેશભાઈ શર્મા, ગુલાબભાઈ પટેલ, હેમાબેન શર્મા, વિરલભાઈ વ્યાસ, રાજુભાઈ મોહિતે, પ્રદૂમનસિંહ સોલંકી, મહેશભાઈ કુર્મી, દીપકભાઈ શર્મા, ચિરાગ કડોડીયા, રામભાઈ મોહિતે, હિતેષભાઈ મોહિતે, નૈનાબેન, કૌશિકભાઈ, ધીરજભાઈ, મહેશભાઈ, દર્પણભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજસેવી અબ્બાસ ચાચાનું આ યોગદાન વાંસદાના નાગરિકોમાં પ્રશંસાનું કારણ બન્યું છે કારણ કે સરદાર બાગમાં આવતા વોકર્સ અને બાળકોને હવે વધુ સુવિધા ઉપલબ્ધ થશે.
વાંસદા ગ્રામ પંચાયત તથા ઉપસ્થિત આગેવાનોએ અબ્બાસ ચાચાના સમાજહિતના આ પ્રયત્નને બિરદાવ્યા અને આભાર વ્યક્ત કર્યો.
TODAY 9 SANDESH NEWS’
અમિત મૈસુરીયા
