
લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસભેર અને વૈભવી રીતે ઉજવાયો.
ગામના વિકાસના દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરતો આ પ્રસંગ માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી દિપ્તીબેન પટેલના શુભ હસ્તે લોકાર્પણ કરીને નાનીભમતી ગામને અર્પણ થયો.આ કાર્યક્રમની અધ્યક્ષતાની ભુમિકા પણ દિપ્તીબેન પટેલે નિભવી હતી, અને તેઓએ ગામના લોકોએ આ ભવનનો ઉપયોગ જનહિત માટે વધુ ઉત્સાહપૂર્વક કરે એવી શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે વિશેષ અતિથિ ન્યાય સમિતિ અધ્યક્ષ નવસારી બાપજુભાઈ ગાયકવાડ
તાલુકા પંચાયત ઉપપ્રમુખ માધુભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ ભાજપ સંગઠનના મહામંત્રી ડૉ.લોચન શાસ્ત્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

ગ્રામ પંચાયતના સરપંચશ્રી શ્રી જીતુભાઈ આર. પટેલએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “આ ભવન માત્ર ઈમારત નથી, પણ દરેક નાગરિકના હક અને ઉત્કર્ષની જગ્યા છે.” તેમણે ગામના તમામ લોકો અને વિભાગોના સહયોગ બદલ આભાર માન્યો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
