મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, શિક્ષણ, રમત-ગમત અને આરોગ્ય સહિત વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીએ ગ્રામીણ રસ્તાઓના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણ ઉપરાંત શહેરી વિસ્તારમાં ડ્રેનેજ, પેવર બ્લોક, પ્રાથમિક શાળાના ઓરડા, આરોગ્ય કેન્દ્ર તેમજ સ્પોર્ટ્સ સંકુલ જેવા અનેકવિધ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાના નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરતા આ અવસરે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.


મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસ કેવો હોય, કેટલી સ્પીડનો હોય અને કેટલા સ્કેલનો હોય તે ગુજરાતે સમગ્ર દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં દરેક સેક્ટરમાં આવેલ પરિવર્તનની રૂપરેખા આપી હતી તેમજ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ભરૂચ પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ 80,000 ના કુલ 10 બાંકડાની ભેટ અર્પણ .

વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ : નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ. 80 હજારની ભેટથી સુશોભિત વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં સમાજસેવી તથા વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાગની સુવિધાઓમાં…

વાંસદા તાલુકા નાં નાનીભમતી ગ્રામ પંચાયત ખાતે નવા ભવ્ય પંચાયત ભવન નું લોકાર્પણ.

લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસભેર અને વૈભવી રીતે ઉજવાયો. ગામના વિકાસના દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરતો આ પ્રસંગ માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી દિપ્તીબેન પટેલના શુભ હસ્તે લોકાર્પણ કરીને નાનીભમતી ગામને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!