
સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ
કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી કિનારે અંગારેશ્વરમાં સોહમ મંત્રને સાધનામાં સિદ્ધ કરનાર તથા “જગત એક — આત્મા એક — શ્વાસ પરાતત્વનો એક દિવ્ય જોડાણ” દ્વારા તેમની દિવ્ય અનુભૂતિ ભક્તોને વર્ષો થી આપી રહેલ ગુરુદેવના પાવન ચરણોની આજ રવિવારની સવારમાં વિશેષ કિરણો શોભા હતી.
પરમહંસ મહામંડલેશ્વર ૧૦૦૮ ઉદાસીન સ્વામી શ્રી મનીષાનંદજી મહારાજના દિવ્ય અંતરયામી સાનિધ્યે ભક્તિનો અજોડ પાવન મહાયજ્ઞ અનાયાસ અખંડ અનુભૂતિમાં ફેરવાઈ ગયો. સ્વામીજી ફક્ત શબ્દો નહીં પરંતુ ભક્તિના આધ્યાત્મિક ભાવ સાથે એવા શબ્દો જ્યાં શબ્દોની રચના પણ શાંત થઈ જાય એવા શેરનો હૃદય સૂફતાથી દ્રવિત થઈ ગયો. શિષ્ય ભક્તો ગણન હૃદયમાં રહેલા અહંકારના ગોળા ઓગળી ગયા અને ભક્તોના ચિત્તમાં અંતર આત્માની શુદ્ધ રેખા નિર્વિકાર, નિર્વિશેષ થતી ગઈ. પરમ પૂજ્ય પરમાત્મા ચરણોમાં ભાવપૂર્વક
પરમ પૂજ્ય છબીલદાસ ગાંધી દ્વારા કર્મ અને ભક્તિ તથા શરણાગતિ અંગે ભગવદગીતા આધારિત મર્મવચન અને શ્રી મહેન્દ્રભાઈ દ્વારા પૂજ્ય ગુરુદેવના ગુણગાન તથા સોહમની સ્ફૂર્તિથી ભરેલા ભજન – રામધૂન – કીર્તન… સાથે શ્રી પુનિત ભજન મંડળ બિલીમોરાના સ્વરો, બિલીમોરા ના આ પ્રાચીન દિવ્ય દેવસ્થળને એક ક્ષણે દેવાલય, યજ્ઞસ્થાન, તપસ્થાનમાં ફેરવી દીધું.
શહેરના વડીલો, યુવા, બહેનઓ અને પ્રેમથી, ભાવથી, હૃદયે હૃદય થૈ મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમમાં માનવધર્મની સર્વોચ્ચ ઊંચાઈ પરમ સત્યમાં સ્થાપિત કરી.
દિવ્ય અનુરણની પૂર્ણાહુતિ બાદ પરમપ્રસાદનો આશીર્વાદ સૌએ શાંતિ, સમત્વ, આનંદ સાથે લીધો.
આ યજ્ઞ, પ્રેમ, સેવાભાવથી
યથાશક્તિ સફળ બનાવનાર શ્રી કનૈયાલાલ વર્મા તથા શિષ્યગણ
તથા શહેરના પુરતન સેવા કાર્યકર્તાઓ અને શ્રી જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મગનલાલ પટેલ તથા ટ્રસ્ટીગણ સર્વેને આ પવિત્ર યોગના ભાગીદાર બની હૃદયપૂર્વક અભિનંદન સાથે અંતે એક જ પ્રાર્થના અવા દિવ્ય ભક્તિ-સાધના કાર્યક્રમો સમાજમાં સત્ય, પ્રેમ, ક્ષમા, શાંતિ, એકતા અને પરમાત્મા ચરણોની નિર્વિકાર સુગંધ સદાકાળ પ્રસરાવતા રહે એવી શુભેચ્છા સાથે સૌ ભક્તોએ અભિનંદન કર્યું હતું.
રીપોર્ટ – દિનેશ સોસા
