
મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. રંગૂનવાલા , જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મયંક ,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ , જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન , જિલ્લા રોગચાળા અધિકારી ડૉ.ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અંજના ના માર્ગદર્શન હેઠળ આજ રોજ બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ પલ્સ પોલિયો નુ ઉદધાટન કરવામાં આવ્યું હતું.

જેમાં મહેમાન તરીકે જિલ્લા RCH અધિકારીશ્રી ડૉ. રાજેશ સર ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અંજના મેડમ,અર્બન હેલ્થ સેન્ટરના ડૉ.રાજેન્દ્ર એમ ગઢવી,ડૉ.ભૂમિ મેડમ,ROTARY CLUB OF BILIMORA ના પ્રમુખ નિમિતાબેન,વૈશાલીબેન તથા બીલીમોરા શહેર ભાજપનાં આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેશભાઈ અને શર્મિલાબેન વગેરે હાજર રહ્યા હતા.

નેશનલ પોલિયો પ્રોગ્રામ અંતર્ગત બીલીમોરા શહેરમાં કુલ 22 બુથનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા તથા 2 ટ્રાન્ઝીટ ટીમ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર પુલિયો બુથ મૂકવામાં આવ્યા .આ સમગ્ર પ્રોગ્રામ આયોજન કરનાર અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફનો આ તબક્કે ડૉ.રાજેન્દ્ર ગઢવીએ આભાર માન્યો હતો.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – દિનેશ સોસા
