
ભારત તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આર.સી.એચ. અધિકારીના માર્ગદર્શન મુજબ વાંઝણા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ
હિનાબેન એન. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. વિદ્યાર્થીઓને સીધા રૂબરૂમાં આલબેન્ડજોલ ગોળી પીવડાવવામાં આવી હતી.
પ્રા. આરોગ્ય કેન્દ્ર રાનવેરી કલ્લાના મેડિકલ ઓફિસર ડો. હિમાંશુ બી. પટેલે કૃમિનાશકના ફાયદા વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, શિક્ષકો, આરોગ્યકર્મીઓ અને આશાબેનોએ સરાહનીય કામગીરી હાથ ધરી હતી.
TODAY 9 SANDESH NEWS
