
રાજપીપળા ખાતે રાષ્ટ્રીય રમત દિવસની વિશેષ ઉજવણી
નર્મદા,
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી નિમિત્તે રમત જગત ના રત્ન એવા મેજર ધ્યાનચંદજી ના યાદ માં શ્રી.સી.પી.ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ખાતે સવારે યોગ અને સુર્ય નમસ્કાર અને વિવિધ રમતો ના અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રાષ્ટ્રીય ખેલ દિવસના મુખ્ય મહેમાનશ્રી નાદોદ મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખ, નર્મદા પ્રાંત અધિકારી સુ.શ્રી પરસનજીત કૌર,નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિનેશભાઈ ભીલ, ડીગ્રી કોલેજ રાજપીપળા ના આચાર્યશ્રી ડૉ.હસમુખભાઈ પટેલ, કોલેજના સારસ્વત મિત્રો, ડિસ્ટ્રિક્ટ કોચ, ટ્રેનરો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ મેજર ધ્યાનચંદજી ના જન્મ દિવસ કે જેને “રાષ્ટ્રીય ખેલ દિવસ ” તરીકે ઉજવવામાં આવ્યો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો .
સાથે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ” ઉપાંગિની અશોક વસાવા જેમને રાષ્ટ્ર કક્ષાએ જીમ્નાસ્ટિક સ્પર્ધામાં “બ્રાન્ચ મેડલ” પ્રાપ્ત કરેલો હતો તેમને નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા સાથે પ્રીતિબેન વસાવા જેમને “નેશનલ ગેમ્સમાં બ્રાન્ચ મેડલ” પ્રાપ્ત કર્યો, હર્ષ લુખી જેમને પણ ” રાષ્ટ્ર કક્ષાની ઉત્તરાખંડ ” મુકામે જિમનાસ્ટિક્સની સ્પર્ધામાં નર્મદા જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ પ્રદાન કરેલું હતું જેમને આજરોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ના દિવસે મોમેન્ટો આપી સન્માન કરેલ છે.
સાથે જ નર્મદા જિલ્લાની ફલકબેન ચંદ્રકાંત વસાવા જેમને પણ જીમ્નાસ્ટિક્સ “રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં “ગોલ્ડ મેડલ” પ્રાપ્ત કરી ગૌરવ અપાવેલ છે તેમજ સાથે ઠાકોર મિત્તલ, જયશ્રી ઠાકોર, વસાવા દેવીન, રાય પ્રિયા-વોલીબોલ, વસાવા કામીની, વસાવા પ્રિયાંશી, ચૌહાણ શ્રેયા, પરમાર જાનવી, સોલંકી ભૂમિકા, દર્શિલ સમા, હેતાક્ષી વસાવા -(હેન્ડબોલ) અને ઠાકોર ધ્રુવાંસી- આર્ચરી, “ગુરુ વગર જ્ઞાન નહીં એવા જ આ ખેલાડીઓના શ્રેષ્ઠ ગુરુઓ જેમ કે ગૌરીશંકર દવે સાહેબ તેજસ દિલીપભાઈ પટેલ- ઈન્ટરનેશનલ જર્જ, નિકિતાબેન વસાવા – કોચ સંદીપભાઈ બારોટ જેમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોચિંગ કામગીરીના મૂલ્યાંકન આધારે તેમને ગુજરાત રાજ્યના “એલિટ” કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે. આ રાજપીપળા ને દીકરીઓ અને દીકરાઓને રાષ્ટ્ર કક્ષા ઉપર એક શ્રેષ્ઠ સ્થાન પ્રદાન કરી સમાજને ગૌરવ વધારેલું છે.
વિશેષમાં ડૉ. હસમુખભાઈ પટેલ જણાવે છે કે ધ્યાનચંદજીએ
તેમના સમગ્ર ખેલ જીવન દરમિયાન, તેમણે *400થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા*, જે રેકોર્ડ આજે પણ ખેલપ્રેમીઓ માટે આશ્ચર્યજનક છે. તેમને ખરેખર પ્રશંસનીય બનાવતું એ હતું કે તેઓ માત્ર પ્રતિભાશાળી જ નહોતા, પણ તેમના અંદર વિનમ્રતા, અનુશાસન અને દેશ માટે અડગ પ્રતિબદ્ધતા હતી.

રાષ્ટ્રીય રમત દિવસ માત્ર તેમના વારસાને શ્રદ્ધાંજલિ નથી, પણ આપણને એ યાદ અપાવે છે કે *રમત-જગતનું શક્તિ* વ્યક્તિત્વ નિર્માણ, એકતા અને આરોગ્યવંતી સમાજ બનાવવામાં કેટલી મહત્વપૂર્ણ છે. આ દિવસે ભારત સરકાર દ્વારા *ખેલ રત્ન*, *અર્જુન એવોર્ડ* અને *દ્રોણાચાર્ય એવોર્ડ* જેવા ઉચ્ચ પુરસ્કારો આપી શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન કરવામાં આવે છે.
— એક પ્રસંગ ની વાત કરીએ તો
*1936ના બર્લિન ઓલિમ્પિક્સ* દરમિયાન ભારતે ફાઇનલ મુકાબલામાં જર્મનીને *8–1*થી હરાવ્યું હતું અને આ વિજયમાં *મેઝર ધ્યાનચંદજીનું અનન્ય પ્રદર્શન* આખા સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.તેમના અદભૂત ખેલ કૌશલ્યથી દર્શકો એટલા પ્રભાવિત થયા કે *જર્મનીના ચાન્સલર એડોલ્ફ હિટલર* પણ તાળીઓ વગાડ્યા વિના રહી શક્યા ન હોતા.
મેચ પછી, હિટલરે ધ્યાનચંદજીને જર્મન સેનામાં ઉચ્ચ પદ આપવાની ઓફર આપી — કે તેઓ જર્મની માટે રમે. પરંતુ ધ્યાનચંદજીએ ઉત્કૃષ્ટ વિનમ્રતા અને દેશભક્તિ સાથે આ ઓફર નકારી નાખી અને સ્પષ્ટપણે કહ્યું કે તેમનું ફરજ અને નૈતિક ફરજ ફક્ત ભારત માટે છે.
આ ક્ષણ આજે પણ યાદ રાખવામાં આવે છે.
— એક દેશપ્રેમની પ્રેરણાદાયક ઘટના* તરીકે, જેણે મેઝર ધ્યાનચંદને માત્ર એક ખેલવિર તરીકે નહીં, પણ “સાચા રાષ્ટ્રવાદ”ના પ્રતિક તરીકે સ્થાપિત કર્યા
આજે આપણે જ્યારે આ દિવસની ઉજવણી કરીએછીએ, ત્યારે મેજર ધ્યાનચંદજીના જીવનમાંથી પ્રેરણા લઈએ અને *રમતગમત અને તંદુરસ્તી*ને આપણાં રોજિંદા જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ — કેમ કે તંદુરસ્ત રાષ્ટ્ર એ શક્તિશાળી રાષ્ટ્ર છે
( ડૉ.વિજય પટેલ SOS. ડિગ્રી કોલેજ રાજપીપળા )
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
