યુનિસેફ દિલ્હી અને ગાંધીનગર ની ટીમે વાંસદા તાલુકાની રંગપુર પ્રા. શાળાની મુલાકાત લીધી
રંગપુર પ્રાથમિક શાળા સક્ષમ શાળાની ડોક્યુમેન્ટરી તરીકે તૈયાર કરાઈ
બાળ કેન્દ્રી શાળાનું શ્રેષ્ઠ મોડેલ તરીકે ઉજાગર —- યુનિસેફ ટીમ
સક્ષમ શાળા કાર્યક્રમના સંદર્ભમાં યુનિસેફ દિલ્હી અને યુનિસેફ ગાંધીનગરની સંયુક્ત ટીમ દ્વારા શાળાની વિશેષ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન નાગેશ સર, કૃતિ મેમ, વિનિતા મેમ, શ્રીકાંત સર, ડૉ. પ્રિન્સી તથા યોગેશજી ઉપસ્થિત રહ્યા.
આ ટીમે સમગ્ર દિવસ દરમિયાન શાળાની કામગીરી, સંચાલન અને બાળ કેન્દ્રી શાળા મોડેલ અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો. શાળાની વિવિધ કામગીરીને રજૂ કરતા બાળ સંસદના મંત્રીઓ સાથે મનોમિલનાત્મક સંવાદ થયો.
મુલાકાત દરમિયાન મુખ્ય નિરીક્ષણો કર્યા જેમાં આરોગ્ય મંત્રીની કામગીરી અન્વયે શાળાના શૌચાલયોની સફાઈ અને વ્યવસ્થા નિહાળી, જે સંપૂર્ણ રીતે સ્વચ્છ જણાઈ.જળ મંત્રીની કામગીરી અને શાળામાં પાણી બચાવ તથા પુનઃપ્રયોગની વ્યવસ્થાને ટીમે ખૂબ જ સરાહનીય કામગીરી ગણાવી હતી .વ્યવસ્થા મંત્રી પાસેથી શાળાના સંચાલન વિશે વિગતવાર માહિતી લેવામાં આવી.સફાઈ મંત્રી દ્વારા શાળાની સફાઈ વ્યવસ્થાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું, જેને ટીમે અત્યંત પ્રશંસનીય ગણાવ્યું.બાગ કામ મંત્રી સાથે ઈકો ક્લબ, ઔષધી બાગ અને ફળ બાગની મુલાકાત લીધી અને વેસ્ટ ટુ બેસ્ટ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ જાણી.
સૌર ઉર્જાનો ઉપયોગ તથા ઉર્જા બચત કામગીરીનું નિરીક્ષણ કરીને ટીમે શાળાની ઉજવણી કરી. કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ સાહેબના “Catch the Rain” અભિયાન અંતર્ગત શાળામાં અમલમાં આવેલી રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ ખાસ આકર્ષણ રહી.આ ઉપરાંત, શાળાની દરેક ખૂણે કાર્યક્ષમતા સાથે ઉપયોગ કરીને વિકસાવેલી વિવિધ પ્રવૃત્તિઓ ટીમને પ્રભાવિત કરી. સક્ષમ શાળાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી, જેમાં બાળકો અને બાળ સંસદના સભ્યોના અભિપ્રાયોનો સમાવેશ થયો.અંતે સમગ્ર ટીમ દ્વારા શાળાની કામગીરીને ઉત્તમ ગણાવાતી બાળ કેન્દ્રી શાળાનું શ્રેષ્ઠ મોડેલ તરીકે ઉજાગર કરવામાં આવી. શાળા આચાર્ય નીતિનભાઈ પાઠકે આ મુલાકાત ને ઐતિહાસિક અને યાદગાર ગણાવી યુનિસેફ ટીમનો આભાર વ્યક્ત કર્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
