વાંસદા તાલુકા ની મોટેભાગ ની પ્રાથમિક શાળા ના જુના જર્જરીત મકાનો તોડવાનો ઓર્ડર તો આપ્યો પરંતુ નવા મકાનો નું નવીનીકરણ નું કોઈ ચોક્કસ મુહર્ત નથી. ક્યારે બનશે શાળા નું નવું મકાન અને ક્યારે વિદ્યાર્થીઓ ની બેસવાની વ્યવસ્થા થશે?

વાંસદા તાલુકા ની મોટેભાગ ની પ્રાથમિક શાળા ના જુના મકાન તૂટવા થી એક વર્ગ માં બે ધોરણ ના વિદ્યાર્થી ઓ એ અભ્યાસ માટે બેસવા મજબુર બન્યા. ——————-

–જુના જર્જરીત મકાનો તોડવાનો ઓર્ડર તો આપ્યો પરંતુ નવા મકાનો નું નવીનીકરણ નું કોઈ ચોક્કસ મુહર્ત નથી. ક્યારે બનશે શાળા નું નવું મકાન અને ક્યારે વિદ્યાર્થીઓ ની બેસવાની વ્યવસ્થા થશે?

-વાડીચૌઢા પ્રાથમિક શાળા ની મુલાકાત લેતા એક જ વર્ગખંડમાં બે ધોરણનો અભ્યાસ શિક્ષકો દ્વારા કરાતા નવાઈ પ્રમાણે તેવા દ્રશ્યો નજરે પડ્યા.

એક જ વર્ગખંડમાં ધોરણ સાત અને ધોરણ આઠ નો અભ્યાસ કરાતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ધોરણ સાત નો અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાય છે ત્યારે ધોરણ આઠ નો અભ્યાસ ચાલુ હોય ત્યારે ધોરણ સાતના વિદ્યાર્થીઓને ખલેલ થાય છે.તો આવા સંજોગોમાં અભ્યાસ કેવી રીતે કરી શકાય તે મોટો સવાલ ઊભો થયો છે

દરેક ધોરણના વિદ્યાર્થીઓને બેસવા માટેની મોટી મુશ્કેલીઓ પડી રહી છે શાળાના નવા મકાનની શરૂઆત ક્યારે થશે એ કોઈ ચોક્કસ સમય નથી તો આવી જ રીતે ક્યાં સુધી અભ્યાસ કરાવવામાં આવશે બીજી અન્ય શાળામાં પણ આ જ પરિસ્થિતિનો સામનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને બેસવા માટે શેડ ની વ્યવસ્થાની માંગણી કરવામાં આવેલ હોય તો છતાં શેડની વ્યવસ્થા કરવામાં આવેલ નથી આખરે વિદ્યાર્થીઓને બેસવા ની વ્યવસ્થા ક્યારે થશે ?

શિક્ષણ અધિકારી આ બાબતે ગંભીર ધ્યાન આપે તે માટે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

વાસદા તાલુકા ના રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો.

રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો રંગપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે સવારે તથા સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!