
આ મહોત્સવ અંતર્ગત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા દંડકવન આશ્રમ, વાંસીયા તળાવ, વાંસદા ખાતે સોમવાર, તા. 14 જુલાઈના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી આત્મજાગરણથી રાષ્ટ્રજાગરણ હેતુ: સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ થશે.
વિહંગમ યોગ સંત સમાજના 102માં વાર્ષિક ઉત્સવના પાવન પ્રસંગે “સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ”નું ગુજરાત રાજ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
“આત્મજાગરણથી રાષ્ટ્રજાગરણ”ના ઉદ્દેશ્ય સાથે ચાલી રહેલી “જય સ્વર્વેદ યાત્રા” કાશ્મીર થી કન્યાકુમારી સુધીના સંદેશ સાથે લોકોમાં આત્મીય જાગૃતિ લાવવા માટે અહિં વાંસદા ખાતે આવી રહી છે.
વિશેષ રૂપે જણાવવાનું કે, આગામી 25-26 નવેમ્બર 2025ના રોજ સ્વર્વેદ મહામંદિર ધામ, વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું વૈશ્વિક સ્તરે ભવ્ય આયોજન થનાર છે. આ મહાયજ્ઞ અને કથામાં સહભાગી થવા માટે તમામ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને વિહંગમ યોગ સંત સમાજ ગુજરાત તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.સાથે કાર્યક્મ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામા આવ્યું છે.
સૌ ધર્મપ્રેમી નાગરિકોએ આ પાવન સમાગમનો લાભ લેવા વિનંતી. – આયોજક
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા –
