
વાંસદા તાલુકા ના મુસ્લિમ બિરાદરો એ તથા હિન્દુ ભાઈઓ બહેનો એ પણ મહોરમ માં આસ્થા સાથે કોમી એકતા સાથે તાજીયા ને સલામ દુવા કરી

વાંસદા નગર માં ઝૂલુસ નીકળતા લોકો એ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વ ને યાદગાર બનાવ્યો.
અસત્ય સામે સત્ય ની લડાઈ માં ઇમામ હુસેન સહિત શહીદ યોદ્ધા ની યાદ માં દર વર્ષે મહોરમ પર્વ મનાવવા માં આવે છે.જેમાં વાંસદા નવા ફળીયા, ચપાવાંડી ખાંભલાઝાંપા વિસ્તાર ના સ્થાનિકો એ ક્લાત્મક તાજીયા બનાવી લોકો ને મોહિત કર્યા હતા. હિન્દુ મુસ્લિમ બિરાદરો મહોરમ માં પોતાની મન્નત માનતા હોય છે. તે મન્નત પુરી થતા લોકો ચઢાવવા આવતા હોય છે.
વાંસદા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત માં બધાએ ભાઈચારા સાથે ઝૂલુસ બાદ તાજીયા ને ઠંડા કરાયા હતા.
