
લાખો લોકો ના કરોડો ના બચત ના નાણાં ઉઘરાવનાર સમૃદ્ધ જીવન કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ હુકમ કરવામાં આવ્યો.
પુણે સ્થિત સમૃદ્ધજીવન ફૂડ્સ ઇન્ડિયાને પુણે સેશન્સ કોર્ટના જસ્ટિસ શ્રી વાઘમારે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે કંપનીની જપ્ત કરાયેલી સંપત્તિ વેચીને છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોના પૈસા પાછા આપવામાં આવે. રોકાણકારોના સંગઠન પ્રોગ્રેસિવ વેલ્ફેર એસોસિએશન વતી Adv.ડૉ. પ્રવીણ ટેમ્બેકરે દાખલ કરેલી હસ્તક્ષેપ અરજી પર ચુકાદો આપતાં, માનનીય કોર્ટે સક્ષમ અધિકારીને સંપત્તિઓની હરાજી કરવાનો અને 2 લાખથી વધુ અરજદારોને વિતરણ કરવાનો આદેશ આપ્યો છે.
આ નિર્ણયથી કરદાતાઓને તેમના પૈસા પાછા મેળવવાનો માર્ગ મોકળો થયો છે, પ્રોગ્રેસિવ વેલ્ફેર એસોસિએશન (પુણે) ના સભ્ય તેમજ ગુજરાત ના દેવયાની બારૈયા (તા-વાંસદા, જી–નવસારી)એ જણાવ્યું હતું અને
વધુ માહિતી માટે,
એડવોકેટ પ્રવીણ ટેમ્બેકર (9322314102) નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ–અમિત મૈસુરીયા
9974263350
