
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નાની વાલઝર ગામે નિહાળાયો તથા કાટસવેલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

નાની વાલઝર ગામે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો મન કી બાત નો 123 મો એપિસોડ નિહાળાયૉ હતો. મન કી બાત ના કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ વિશ્વ યોગ દિવસની સફળતા, ધાર્મિક યાત્રાઓ માટે શુભકામનાઓ, આપાતકાલ દરમિયાન માત્ર સંવિધાનની હત્યા જ નહીં પણ ન્યાયતંત્રને પણ પોતાના ગુલામ બનાવવાનું ઇરાદો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતને આજની બીમારી ફ્રી જાહેર કરવામાં આવ્યું, બોડોલેન્ડ ની ફૂટબોલ ટુર્નામેન્ટનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

મેઘાલય નો એરી સિલ્કને જી આઈ મળ્યો. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને વિયતનામ લઈ જવામાં આવ્યા જે તેનો રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં ઓપરેશન સિંદૂરને ના વીરો ને સમર્પિત કરવા માટે સિંદૂર વન બનાવવા માટે હાકલ કરવામાં આવી. આ કાર્યક્રમ નવસારી જિલ્લા મન કી બાત ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ દેસાઈ, ગામના સરપંચ મહેશભાઈ પટેલ, વાંસદા મંડળના ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, સોમભાઈ હિતેશભાઈ લાડ યુવા કાર્યકર ભાવિકભાઈ તથા યશેશભાઈ ગામના નરોત્તમભાઈ અમરતભાઈ, પ્રભુભાઈ ,સુખાભાઈ મહેશભાઈ, રામીબેન, મધુબેન, રેખાબેન, ગીતાબેન તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કાંટાશવેલ ગામે એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત 250 જેટલા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિતિ વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ ની રહી હતી.
ડોક્ટર લોચન દ્વારા આદિવાસીની કસ્તુરી ગણાતા મોહડાના વૃક્ષનું વિશેષ ભાર મૂકી વૃક્ષારોપણ કરાવ્યું હતું તથા તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ નો જન્મદિવસ હોય તેમણે પોતાનો જન્મદિવસ વૃક્ષારોપણ કરીને ઉજવ્યો હતો. આ પ્રસંગે ગામના યુવા કાર્યકર મિત્રો ભાવિકભાઈ અમિતભાઈ નિલેશભાઈ તથા વડીલ રમેશભાઈ અને ગામના યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.
-અમિત મૈસુરીયા
