
ઃ અહો આર્શ્ચયમ ઃ છુટાછુડા વિના જ યુવતીનું અન્ય યુવક સાથે રિલેશનશીપમાં રહેવું કેટલું વ્યાજબી ?

ઉમરગામના ખલતવાડા ખાતે સ્ત્રી કાયદાનું ખુલ્લેઆમ ચીરહરણ કરતી યુવતીનો કિસ્સો મહિલાઓ માટે લાલબત્તી સમાન
કેટલીક યુવતીઓ કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરી યુવાનોના જીવનને બરબાદી તરફ દોરવામાં કોઇ કસર બાકી રાખતી નથી.

આજના સમયમાં સમયની વ્યવતાને રોકવા હેતુસર ગુજરાત રાજ્ય માનવ અધિકાર સુરક્ષા સંગઠનની વાર્ષિક સભા આયોજન વલસાડ તાલુકાના જુજવા ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદા જુદા કેસોને સાંભળવામાં આવ્યા
માનવ અધિકાર સુરક્ષા સંગઠનના હ્યુમન રાઇટ્સ ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રીમતિ નિલમબેન તોમરજી, ગુજરાત રાજ્ય વાઈસ પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર ઈનચાર્જ શ્રીમતિ ચેતનાબેન માહ્યાવંશી, ગુજરાત રાજ્ય સેક્રેટરી રવિભાઈ મહાકાલ, ગુજરાત રાજ્ય કોષાધ્યક્ષ રૂપેશભાઈ માહ્યાવંશી, વલસાડ જિલ્લા પ્રેસિડેન્ટ ભાવનાબેન ગુપ્તા,નવસારી જીલ્લા પ્રેસિડેન્ટ હરનીશભાઈ (લાલા ભાઈ)પટેલ, વાંસદા તાલુકા કોષાધ્યક્ષ અમિતભાઈ મૈસુરીયા, ઉમરગામ તાલુકા પ્રેસિડેન્ટ શ્રીમતિ ભાવીનાબેન કામળી, ધરમપુર તાલુકા પ્રેસિડેન્ટ અમરતભાઈ ગાવિત,ઉમરગામ તાલુકા વાઈસ પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ સુખલા, વાંસદા તાલુકા સેક્રેટરી મુકેશભાઈ દુબે, વાંસદા તાલુકા થી અમિતાબેન મૈસુરીયા, નવસારી તાલુકા થી ઉમાબેન ટંડેલ નાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની હાજરીમાં આ તમામ કેસોની સુનાવણી કરવામાં આવી સાંભળવામાં આવ્યા તમામ હોદ્દેદારો તરફથી તમામ કેસોને સમાધાનની દ્રષ્ટિએ સમાધાન શાંતિ પૂર્વક થાય એવી કોશિશ કરવામાં આવી હતી પરંતુ મોટે ભાગના કેસો સમાજની દીકરીઓને લગતા આવ્યા હતા.

વિમલ હરીશભાઈ માછી- ધૃતિનો પતિ
-જેમાં એક વાલીઓ અને બાળકો માટે હદય કંપાવતો અને આજના સભ્ય સમાજ માટે માટે કલંકરૂપ બન્યો હતો. જેની મળતી માહિતી મુજબ દામ્પત્ય જીવનમાં પ્રવેશ્યા બાદ પણ યુવતી અન્ય યુવાનની પ્રેમજાળમાં ફસાઇ પોતાના ઘરનો સુખી સંપન્ન માળો વિખેરી પોતાની સાથે અન્ય ત્રણ પરીવારોની નીચાજોણું કરતો િકસ્સો સામે આવ્યો હતો.

ધૃતિ વિમલ માછી -વિમલ ની પત્ની
– જેમાં એક યુવતીએ એક યુવક સાથે લગ્ન કરીને એક માસમાં જ બીજા પુરુષ સાથે સંબંધ બનાવીને રિલેશનમાં રહેતી હતી. માવતર પોતાના બાળકોના ભવિષ્ય માટે દિન-રાત એક કરીને ધામધુમીથી લગ્ન કરાવતા હોય છે. પરંતુ આજનું યુવાધન માત્ર દેખાદેખીને વશ થઇ પોતાના પરિવારની લાજની ચિંતા કર્યા વિના જ અણધાર્યુ પગલુ ઉપાડી પોતાની સાથે પરિવારને પણ કલંકીત કરવા કોઇ પણ કસર છોડતું ન હોય એવું આ પ્રકરણથી માલુમ પડે છે.

જૈનીશ ધીરજભાઈ માછી ધૃતિનો પ્રેમી
કાયદાનો ખોટો ઉપયોગ પણ કોઇકવાર અણધાર્યા પરિણામને નોતરે છે. કાયદા મુજબ કહીએ તો યુવતી છુટાછેડા કર્યા વિના કોઇપણ પુરુષ સાથે સબંધ બનાવીને રિલેશનશીપમાં રહી શકે નહી. પરંતુ આજના મહિલાઓના કાયદાઓને લઈને કાનુન વ્યવસ્થા પણ મહિલાઓને જ સાંભળવામાં ઉત્સુક રહે છે પરંતુ ન્યાય પુરુષોને પણ મળવો જોઈએ બધા જ કેસોમાં કે બધા જ બધી જગ્યાએ પુરુષો ખોટા નથી હોતા આ મહિલાઓના કાયદાને વ્યવસ્થાને ખોટી રીતે ફાયદો ઉઠાવી અમુક મહિલાઓ જેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને પુરુષોને દોષી ઠહેરાવવાની પૂરી કોશિશ કરે છે જે માટે સર્વ સમાજમાં આ અંગે જાગૃતતા કેળવવાની આવશ્યતા આજના સમયમાં ઉભી થઇ છે.
Today 9 Sandesh News
રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા
