. વાંસદા નગરમાં સૌ પ્રથમવાર ઘણું મોટું સામાજિક અને સેવાકીય કાર્ય તિલક ગણેશ મંડળ દ્વારા કરવામાં આવ્યું. ઘણા દાતાઓએ દાન સ્વરૂપ આશીર્વાદ આપ્યા.
–તિલક ગણેશ મંડળના 11 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સમુહ લગ્ન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં તિલક ગણેશ મંડળના આયોજકો એ ઘણા મહિનાથી જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .
૫૧ દીકરીના પરિવારો ૫૧ વરરાજા ના પરિવારો, મહેમાનો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ કરાવી સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યા, વાસદા નગરના યુવાનો યુવતી વડીલોએ સ્વયં સેવક બની સહકાર આપી સેવા બજાવી હતી. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના સરપંચો , આગેવાનો તથા બીજેપી ના હોદેદારો હાજર રહ્યા હતાં
.રીપોર્ટ -અમિત મૈસુરીયા-