
શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ ધીમર પંચ સંચાલિત ૧૦મો ‘જીવનસાથી પસંદગી મેળો’ ભવ્ય રીતે સંપન્ન
શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ ધીમર પંચ સંચાલિત ૧૦મો ભવ્ય જીવનસાથી પસંદગી મેળો રવિવારના રોજ લહેરી વાડી, ઉનાઈ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.
સમાજની એકતા અને સુવ્યવસ્થિત આયોજનના કારણે આ કાર્યક્રમ ખૂબ જ યાદગાર રહ્યો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન સમાજના વડીલ અને અગ્રણી શ્રી મગનભાઈ ધીમર અને શ્રીમતી ચંચળબેન ધીમર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉનાઈ ટીમ દ્વારા મંગલ પ્રાર્થના, ભાવભીનું સ્વાગતગીત અને સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.
યુવક-યુવતીઓનો પ્રતિસાદ
આ મેળામાં યોગ્ય જીવનસાથીની શોધમાં કુલ ૮૭ યુવકો અને ૨૭ યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંચ દ્વારા યુવક-યુવતીઓએ અને તેમના વાલીઓએ એકબીજા સાથે રૂબરૂ મુલાકાત કરી સંબંધો બાંધવાની દિશામાં હકારાત્મક ચર્ચાઓ કરી હતી.
ટીમવર્ક અને સ્વયંસેવકોની સેવા
આ કાર્યક્રમની સફળતા પાછળ સમાજનું મજબૂત સંગઠન અને ટીમવર્ક જોવા મળ્યું હતું.
શ્રી અખિલ ભારત ધીવર સમાજની ભાઈઓ અને બહેનોની ટીમ, ટ્રસ્ટી મંડળ, સલાહકાર સમિતિ અને સમાજના અલગ-અલગ ગામોમાંથી આવેલા સમાજપ્રેમી ભાઈઓ-બહેનોએ સ્વયંસેવક તરીકે સુંદર કામગીરી બજાવી હતી. દરેક સભ્યના અદભૂત સહયોગ અને નિઃસ્વાર્થ સેવાને કારણે સમગ્ર કાર્યક્રમ સુચારૂ રૂપે પાર પડ્યો હતો.
સમાજના આ ઉમદા કાર્યને ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ બિરદાવ્યું હતું અને આયોજનની ભવ્યતાની પ્રશંસા કરી.
TODAY 9 SANDESH NEWS
અમીત મૈસુરીયા
