વાંસદા બુનિયાદી કુમાર શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તા 26/6/2024 ના બુધવારે કુમાર શાળા વાંસદા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી
જેમાં રાજ્ય કક્ષા ના અધિકારી શ્રી.લીના કે વાઘેલા (US) જિલ્લા કક્ષા ના અધિકારી શ્રી. જયદીપ ભાઈ બી. ચૌધરી લાઈઝન અધિકારી શ્રી પરિમિતભાઇ એફ . પટેલ ઉપસ્થિત રહ્યા હતાં
આ. પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી. દિપ્તીબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતિ. ગંગાબેન પાડવી , ગામના સરપંચશ્રી. ગુલાબભાઈ બી.પટેલ તેમજ શાળાની S M C સભ્યો તથા શિક્ષણવિદ શ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામા આવી ત્યાર બાદ 27 બાળકોને શાળા પ્રવેશ આપી એસ એસ એ દ્વારા મળેલ કીટ તથા રણછોડ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા મળેલ કીટ તેમજ કન્યા શાળા ના મા- આચાર્ય શ્રીમતિ પરેશાબેન તરફથી મળેલ કીટ નું વિતરણ કરવામા આવ્યું ત્યારબાદ શાળા બાળકો એ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યુ શાળા ના પ્રથમ નંબરે પાસ થયેલ બાળકોનું પુસ્તક આપી સન્માન કરવામા આવ્યું ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગ અનુરૂપ આશિર્વચનો આપવામાં આવ્યા
અંતે શાળા ના આચાર્ય શ્રીમતિ હિનાબેન એ. જોષી દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામા આવ્યો અને શાળા પરિસર માં વૃક્ષરોપણ કરી શાળા પરિસર મુલાકાત લઈ એસ એમ સી સભ્યો ની મુલાકાત લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS