વાંસદા તાલુકાના હનુમાનબારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
જેમાં મુખ્ય અતિથિ જિલ્લા કક્ષાના અધિકારી CDPO હીનાબેન ગામીત મેડમ લાયઝન અધિકારી ઉમેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ ગામના સરપંચ રાકેશભાઈ ગામના તલાટી કમ મંત્રીશ્રી વિમલભાઈ એસએમસી અધ્યક્ષ શ્રી એસએમસીના સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો આંગણવાડી કોઓર્ડીનેટર શ્રી તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ ત્યારબાદ વધારે તમામ મહાનુભાવોનુ શાબ્દિક તેમજ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ વિધિ કરાવવામાં આવી તથા તેજસ્વી તારલાઓ તથા સો ટકા હાજરી ધરાવતા બાળકોનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના વિદ્યાર્થી જયદીપભાઈએ ખુબ જ સરસ વક્તવ્ય રજૂ કર્યું ત્યારબાદ પધારેલ સીડીપીઓ મેડમ શ્રી એ પ્રેરક ઉદબોધન કર્યું ત્યાર પછી શાળામાં ચાલતા સ્માર્ટક્લા ની મુલાકાત મહેમાનો દ્વારા લેવામાં આવી.
જેમાં શાળાના શિક્ષકોએ જી શાળા અને જી શાળા પ્લસ વિશે ખૂબ સરસ માહિતી આપી ત્યારબાદ સાહિત્ય સ્ટોલની પણ મુલાકાત લેવામાં આવી જેમાં સરકારશ્રી દ્વારા પ્રાપ્ત સાહિત્ય વિશે માહિતી આપવામાં આવી અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યું
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS