વાંસદા ના તોરણીયા ડુંગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 21 જૂન 2024 ના રોજ 10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા દેશની સાથે વાંસદા તાલુકામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી. વાંસદા તાલુકામાં કુલ છ સ્થળોએ યોગ દિવસની ઉજવણી.
વાંસદા તાલુકામાં દંડક વન, જાનકીવન, તોરણીયા ડુંગર, ઉનાઈ મંદિર ખાતે, નેશનલ પાર્ક તેમજ અજમલગઢ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તોરણીયા ડુંગર ખાતે યોગ દિવસની ઉજવણી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું કારણ કે સૌ પ્રથમ તોરણીયા ડુંગરનું કપરુ ચઠાણ ચડવું પડે છે તેમ છતાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને કુલ 117 લોકોએ આ યોગ દિવસ ના પ્રસંગે યોગા કરવા માટે જોડાયા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી.
આ યોગ દિવસનું સફળ આયોજન કરવામાં ખેતીવાડી શાખાના મદદનીશ ખેતી નિયામક શ્રી મિતેશભાઇ ભોયાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો હતો અને પોતે પણ હાજર રહ્યા હતા સાથે જ ભારતીય જનતા પાર્ટીના વાંસદા વિધાનસભાના સંયોજક તેમજ ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર લોચનકુમાર શાસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ આ પ્રસંગે રહી હતી.
આ કાર્યક્રમ માં માસ્ટર ટ્રેનર તરીકે ડોક્ટર વિજયભાઈ પટેલે યોગા અભ્યાસ કરાવ્યો હતો. આ યોગા અભ્યાસમાં ખેતીવાડી શાખાના કર્મચારી, આરોગ્ય કર્મચારી, પોલીસ કર્મચારી તથા વન વિદ્યાલય આંબાબારીના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતે રાષ્ટ્રગાન કરી અને શપથ લઇ કાર્યક્રમ નો પુર્ણાહૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તોરણીયા ડુંગર ઉપર વૃક્ષારોપણ નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ યોગ દિવસ નું ખૂબ જ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-