મન કી બાત નો 110 મો એપિસોડ મહિલાઓ ઉપર આધારિત રહ્યો હતો. આ એપિસોડ માં પ્રધાનમંત્રીએ આવનારી 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામેગામ એક ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જેના દ્વારા દવાઓનો છંટકાવ ખૂબ જ સહેલાઈથી કરી શકાય અને આ ડ્રોન હવે મહિલાઓને આપવામાં આવ્યું છે અને એ મહિલાનું નામ ડ્રોનદિદિ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. સાથે જ લખ પતિ દીદીના અભિયાન વિશે પણ વાતો કરી હતી.
લોકોને પ્રાકૃતિક ખેતી થી થતા ફાયદા વિશે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જળ સંરક્ષણ કરી શકાય છે. ત્રીજી માર્ચના રોજ વિશ્વ વન્ય જીવ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તો તેના વિશે વન્ય જીવના સંરક્ષણ ના રૂપે આજે માણસમાં ચંદ્રપુરમાં 250 થી વધુ વાગોની સંખ્યા થઈ ગઈ છે અને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આજુબાજુના ગામના લોકોને વન્યજીવના લોકેશન વિશે માહિતી મળતી રહે છે તેનાથી લોકો પણ સુરક્ષિત રહે છે અને વન્યજીવ પણ સુરક્ષિત રહે છે એની વાત કરી હતી.
પશુપાલનમાં ગામના લોકોને ગાય ભેંસ ની જગ્યાએ બકરીનો પણ ઉપયોગ કરવામાં આવે તો એ પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. સાચે જ ચૂંટણી આયોગ દ્વારા હમણાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” ચલાવવામાં આવી રહ્યું છે તો તેનો ઉલ્લેખ કર્યો હતો અને જે યુવાનો પહેલી વાર વોટ કરવા જવાના છે એમને રેકોર્ડ સંખ્યામાં વોટ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો
18 મી લોકસભામાં સાંસદોને છૂટીને મોકલવામાં એમનો સિંહ ફાળો રહે એવી વિનંતી કરી હતી. આ મન કી બાત નો 110 મો એપિસોડ 17 મી લોકસભા નો અંતિમ એપિસોડ રહેશે કારણ કે આવતા મહિનાથી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી જવાનું હોય આચાર સંહિતાના કારણે આવતા ત્રણ મહિના સુધી મન કી બાત કાર્યક્રમ આવશે નહીં.
આ કાર્યક્રમમાં ખાનપુર ગામે મન કી બાતના વાંસદા વિધાનસભાના સંયોજક ડૉક્ટર લોચન શાસ્ત્રી, જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ જાદવ, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ, મોહિતભાઈ માહલા, રજનીકાંતભાઈ માહલા, જીગ્નેશ પવાર ,પ્રિયંકા માહલા તથા મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-