ધારાસભ્ય અનંત પટેલ ના વિરોધમાં વાંસદા ભાજપ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
207

વાંસદા નગર ની પ્રગતિ અને વિકાસ માટે હું તથા મારી સમગ્ર બોડી સતત ચિંતા કરી અને કામગીરી કરી રહી છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં પુષ્કળ વરસાદ ના કારણે રસ્તાઓ તુટી ગયા છે. હાલ વાંસદા ના રસ્તા પણ બગડેલ છે આવનારા દિવસોમાં વરસાદ થંભી જાય એટલે મરામત કરવામાં આવસે. વાંસદા ના ધારાસભ્ય એ પાંચ વર્ષ માં કોઈ કામગીરી કરી નથી ફક્ત સમાજ ને ગેરમાર્ગે દોર્યું છે. વાંસદા માં ધારાસભ્ય એ વિરોધ કરવા હસે તો પેલા સરપંચ ની પરવાનગી લેવી પડસે બાકી પછી ઘર્ષણ થાય તો તેની જવાબદારી સરકારી તંત્ર ની રહેશે-. ……………….
નિવેદન ………… : ગુલાબ ભાઈ પટેલ (સરપંચ વાંસદા)

ધારાસભ્ય એ પાંચ વર્ષ માં ફક્ત ભોળી આદિવાસી પ્રજા ને ગેરમાર્ગે દોરી છે, પ્રજાલક્ષી કે વિકાસલક્ષી કોઈ કામગીરી એમના દ્વારા કરવામાં આવી નથી આવનારી ચૂંટણી ને ધ્યાન માં રાખી ખોટી પ્રસિદ્ધિ માટે ધારાસભ્ય ખાડાઉત્સવ વગેરે કાર્યક્રમો કરી રહ્યા છે ધારાસભ્ય તરીકે તેમની પણ ફરજ બને છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી સમસ્યા નું નિરાકરણ લાવે પણ તેઓના વિરોધ ના કાર્યક્રમો ને જોઈને તેવું સ્પષ્ટ થાય છે કે તેઓ ને કામ કરાવવા માં રસ નથી ફક્ત વિરોધ કરી હલ્કી પ્રસિદ્ધિ મેળવવા માં રસ છે–,—————
નિવેદન ……………… : મૂકેશભાઈ પટેલ
તાલુકા ભાજપ પ્રમુખ

TODAY 9 SANDESH NEWS. અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here