વાંસદા મા કોંગ્રેસમાં વધુ એક ગાબડુ
આજરોજ 177-વાસદા વિધાનસભાના વિજયસંકલ્પ કાર્યક્રમમાં ઉનાઈ ના આગેવાન નેતા ઉમેદભાઈ ગામીત ભાજપ માં જોડાયા.

ઉમેદ ગામિતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ના હસ્તે ખેસ પહેર્યો
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા

ઉનાઈના ડેપ્યુટી સરપંચ રહી ચૂકેલા ઉમેદ ગામીત ભાજપ માં જોડાયા .તેઓએ જણાવ્યું કે મારી પાસે જે વિકલ્પ ઉપલબ્ધ છે એમાંથી જે વ્યવહારુ વિકલ્પ છે એ મેં અપનાવ્યો છે.આદિવાસી ના નામે અમારી 3 પેઢીઓ કોગ્રેસને સહકાર આપતી આવી છે.ત્યારે કોગ્રેસ સત્તામા હતી અને આદિવાસી સમાજના અમારા પૂર્વજોનુ વલણ યોગ્ય હતું.
આજે અમે પણ અમારા વડીલોની જેમ સત્તા પક્ષ સાથે ભાગીદારી કરી અમારો વિકાસ કરવા માગીએ છીએ. અમારે પણ વિકાસ માટે શકિત જોઈએ છે.અને હાલ આ શકિત ભારતીય જનતા પાર્ટી પાસે છે.અમે ગરીબ આદિવાસીઓ ભૂખ્યા પેટે કયા સુધી વિરોધ કરીશું.


ઉમેદભાઈ ગામીત ને પુરષોતમ રૂપાલાજી અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવી ને ભારતીય જનતાપાર્ટી પરિવાર મા ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું.
ઉમેદભાઈ એ ઉપસ્થિત સૌને 177-વાસદા બેઠક પર ભારતીય જનતા પાર્ટી નો વિજય થાય તે માટે મંડી પડવા આહવાન કર્યું છે.

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

મતદાન કરો અને કરાવો તમારા પસંદગી ના ઉમેદવાર ને મત આપી વિજય બનાવો.

વાંસદા તાલુકામાં ભાજપના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાતા,કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સવનો માહોલ સર્જાયો.

વાંસદા તાલુકામાં ભાજપના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાતા,કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સવનો માહોલ સર્જાયો : ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય અને ઉત્સાહભેર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!