વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય

કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી અસરગ્રસ્ત અને નુકસાનગ્રસ્ત પરિવારોને ધાબળા તેમજ અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવા કાર્ય લિરીલચંદ્ર સી. પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડીને તેમના દુઃખમાં સહભાગી બનવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.

“સેવા જ સંગઠન”ના સંકલ્પ સાથે માનવતાની ભાવનાથી જરૂરિયાતમંદોની સેવા એ જ સાચી સમાજસેવા છે. કુદરતી આપત્તિના સમયમાં પરસ્પર સહયોગ અને સેવા ભાવ સમાજને વધુ મજબૂત બનાવે છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!