
વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું..
ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા તથા જુનિયર રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેની રેલી વાંસદા પ્રતાપ હાઈસ્કૂલથી વાંસદા મેઇન બજારમાં કાઢવામાં આવી. રેલીનું પ્રસ્થાન ઝંડી બતાવી રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારી દ્વારા કરવામાં આવ્યું. અને તેમના દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું.
આ પ્રસંગે રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર, કિશનભાઇ સેંગાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ પરમાર તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ હાઈસ્કૂલના શિક્ષકો-શિક્ષિકાઓ હાજર રહેલ. આ રેલીમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પર્યાવરણ બચાવોના સૂત્રો ઉચ્ચાર સાથે વાંસદા નગરમાં રેલી ફરેલ.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
