શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જપદીપસિંહ પરમાર ને “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જપદીપસિંહ પરમાર “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત થયા.

વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ના આચાર્ય જપદીપસિંહ પરમારને રોટરી ક્લબ બારડોલી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ પ્રતિષ્ઠિત “નેશન બિલ્ડર એવોર્ડ” માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ આર.એન.જી.પી.આઈ.ટી. કોલેજ, બારડોલી–નવસારી રોડ, તાજપોરના ઓડિટોરિયમ હોલમાં ભવ્ય રીતે યોજાયો હતો.

રોટરી ક્લબના પ્રમુખ રોટેરિયન નીતેશ શાહ તથા આર.એન.જી.પી.આઈ.ટી.ના ડિરેક્ટર અને રોટરી ક્લબ બારડોલીના આઈ.પી.પી. રોટેરિયન ડૉ. લતેશ ચૌધરીના જણાવ્યા અનુસાર, આ અવસરે શિક્ષકના સમર્પણ, માર્ગદર્શન અને ભાવિ પેઢીને પ્રેરિત કરવાના અસાધારણ યોગદાનને માન્યતા આપી “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય જપદીપસિંહ પરમારની ઉપસ્થિતિએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. સમગ્ર વાંસદા તાલુકા કેળવણી મંડળના હોદ્દેદારો તથા શાળા પરિવારે તેમને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા મહિલા દિનની ઉજવણી થઈ જેસીઆઈ વાંસદા રોયલ ઘવારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વાંસદા તાલુકામાં રહી વિવિધક્ષેત્રે જેમણે સિધ્ધી મેળવી જેઓનું સન્માન જેસીઆઇ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!