
વાંસદા કુમારશાળા ખાતે દૂરથી આવતા બાળકોની શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં તકલીફ નહીં પડે બાળકો શાળાએ આવવામાં ગેરહાજર નહીં રહે અને બાળકોના અભ્યાસ પર કોઈ માઠી અસર નહિ પહોંચે તે ધ્યાનમાં રાખી બાળકો તેમના ઘરેથી બસમાં બેસીને આવે અને સાંજે અભ્યાસ પૂર્ણ કરી સહી સલામત રીતે ઘરે પહોંચી જાય તે લક્ષ્યને ધ્યાનમાં રાખી કુમારશાળા વાંસદા ખાતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ કરવામાં આવી છે જેનાથી બાળકો, વાલીઓ અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળેલ છે.
આ સુવિધાના શુભારંભ માં ગામના અગ્રણી જેવા કે દીપ્તિબેન (તાલુકા પંચાયતના પ્રમુખ), ગુલાબભાઈ પટેલ (સરપંચ ) ,સુરેશભાઈ પટેલ (એસએમસી અધ્યક્ષ),પ્રદ્યુમનસિંહ સોલંકી(એડવોકેટ ) ધનલક્ષ્મી (સી.આર.સી કો ઓડીનેટર ),શાળાના આચાર્ય હિનાબેન તથા શાળા સ્ટાફ વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
