
–વલસાડ પારનેરા કેન્દ્ર શાળાના એચ.ટાટ આચાર્ય ભરત જે. પટેલ ની ગંભીર બેદરકારી સામે આવી શિક્ષણ જગત માં ચર્ચાનો વિષય બન્યો
–વલસાડ તાલુકાના પારનેરા કેન્દ્ર શિક્ષક અને વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે
સી.ટી.એસ સેટઅપમાં ત્રણ ( ૩ )વિદ્યાર્થીઓની એન્ટ્રી ન કરતાં પોતાની શાળાની એક શિક્ષિકા વધમાં પડી.
==” પારનેરા કેન્દ્ર શાળાના એચ.ટાટ આચાર્ય ભરત જે. પટેલ ની ગંભીર બેદરકારી સામે આવી જે વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોવા છતાં ગંભીર ભૂલ કર્યા ની લોક ચર્ચા.
વલસાડ તાલુકાના પારનેરા કેન્દ્ર શાળાના એચ.ટાટ આચાર્ય ભરત જે. પટેલ જે વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય વલસાડ જિલ્લાનાં ૩૧/૭/૨૫ નાં રોજનાં શાળાના બાળકોની નિયામકની સૂચના અનુસાર શાળાના મહેકમ માટે સી.ટી.એસ પોર્ટેલ પર ઑનલાઇન માહિતી ભરવાની હતી જેમાં શાળામાં ધોરણ ૧ થી ૫ માં કુલ ૧૨૨ સંખ્યા હતી જેના આધારે શાળામાં ૫ શિક્ષકો મળવા પાત્ર થાય છે એની જગ્યાએ આ શાળાના એચ.ટાટ આચાર્ય એ ઑનલાઇન પોર્ટલ પર જાણી જોઈને કે અંગત કારણોસર ધોરણ ૧ થી ૫ માં કુલ ૧૧૯ સંખ્યા ભરવામાં આવી અને સરકાર ના નિયમો અનુસાર ૧૨૧ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો જ પાંચ શિક્ષકો મળવાપાત્ર થાય છે આમ નિયામક કચેરી એથી ઑનલાઇન સંખ્યા ને આધારે ૧ થી ૫ માં ચાર શિક્ષકોનું જ મહેકમ મંજૂર થઈને આવતાં એના દ્વારા એમ કહેવામાં આવ્યું કે મારાથી ભૂલ થી ત્રણ વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની રહી ગઈ !!! અને પોતાની જ શાળાની એક શિક્ષિકાને વધમાં પડવાની નોબત આવી.
આ એચ.ટાટ આચાર્ય વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય અને પોતેજ આવી મોટી ભૂલ કરે અને પોતાની શાળાની શિક્ષિકાને વધમાં પાડે તો વલસાડ તાલુકાના શિક્ષક વર્તુળમાં એવી ચર્ચા થઈ રહી છે કે આવા સંઘ ના પ્રમુખ વલસાડ તાલુકાના શિક્ષકોના પ્રશ્નોને કેવી હલ કરશે.?
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
