મહુવા તાલુકાના કાછલ ગામની આદિવાસી દીકરી કેરૂલ ચૌધરી ની આકાશમાં ઉંચી ઉડાન.

0
89

કાછલ ગામની આદિવાસી દીકરી કેરૂલ ચૌધરી ની આકાશમાં ઉંચી ઉડાન.●મહુવા તાલુકાના એક નાનકડા ગામ કાછલની આદિવાસી યુવતી કેરૂલ પુનિતભાઈ ચૌધરીએ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરતી નામાકિંત આંતરરાષ્ટીય કંપની ‘એર એશિયા એક્સ’ માં એર હોસ્ટેસ તરીકે નોકરી મેળવી કાછલ ગામ તેમજ ચૌધરી સમાજ અને સમસ્ત આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.કેરૂલ પોતાનો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ઘરેથી પૂર્ણ કરીને ચંદીગઢ ખાતે એક ખાનગી સંસ્થામાં છ મહિનાનો એર હોસ્ટેસનો અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું. અને તે સફળતાપૂર્વક પૂર્ણ કરીને દિલ્હી ખાતે ગત માર્ચ મહિનામાં જોબ પ્લેસમેન્ટ ફેરમાં આંતરરાષ્ટ્રીય એવિએશન કંપની ‘એર એશિયા એક્સ’માં એર હોસ્ટેસની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું.

કેરૂલે પોતાના પ્રથમ પ્રયત્નમાં જ ઇન્ટરવ્યૂ પાસ કરી દીધું હતું અને એર એશિયા એક્સ દ્વારા તેમને નોકરી માટે પસંદ કરવામાં આવ્યા છે .પોસ્ટિંગ મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે કરવામાં આવી છે જ્યાં કેરૂલને એર એશિયા એક્સ દ્વારા બે મહિનાની તાલીમ આપવામાં આવશે તે બાદ ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં એર હોસ્ટેસ તરીકે કામગીરી કરવાની રેહશે.

કેરૂલે જણાવ્યું કે મેટ્રો સિટીમાં રહેતા ઘણા બધા સિનિયરોને ઘણા ઇન્ટરવ્યુ આપ્યા બાદ પણ ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ નોકરી નથી મળતી જ્યારે હું નાનકડા ગામડાંની પૃષ્ઠભૂમિ ધરાવતી હોવા છતા મને ઇન્ટરનેશનલ કંપનીમાં મારા જીવનના પ્રથમ ઇન્ટરવ્યુમાં જ મને નોકરી મળી ગઈ.

જે મારા માટે ખુબ જ અવિશ્વનીય અને આનંદની વાત છે.કેરૂલે આ સફળતાનો શ્રેય તેમના પિતા પુનિતભાઈ ચૌધરી અને માતા ગજરાબેન તેમજ પરિવારજનોને આપ્યો છે. કેરુલના પિતા પુનિતભાઈ ચૌધરી એસ.ટી વિભાગમાં ટ્રાફિક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે અને માતા ગજરાબેન ઘરકામ કરે છે.●

કેરૂલને અન્ય બે બેહનો છે. કેરૂલને આંતરરાષ્ટ્રિય કંપનીમાં એર હોસ્ટેસ તરીકે નોકરી મળ્યાના સમાચાર મળતા જ સમગ્ર કાછલ ગામમાં ખુશીનો માહોલ સર્જાયો ગયો હતો અને ગામના સરપંચ કલ્પનાબેન નરેનભાઈ ચૌધરી તેમજ ગ્રામજનોએ કેરૂલને રૂબરૂ મળીને સોનેરી સિદ્ધિ હાંસલ કરવા બદલ અને કાછલ ગામનું નામ રોશન કરવા અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં કેરૂલ પોતાના ટ્રેનિંગ સેન્ટર કુઆલાલમ્પુર મલેશિયા ખાતે જવા રવાના થઈ ગઈ છે.

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here