ઈન્ડિયા

વાંસદા ના હનુમાનબારી ગામે “ભગવાન બિરસા મુંડાજી” ની 148 મી જન્મ જયંતી નિમિત્તે જન જાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો જિ. પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજી ના દેશની આઝાદી માટે આપેલી યોગદાનની યાદ કરવામાં આવ્યું હતું. તેમણે આપેલ અંગ્રેજ શાસન વિરુદ્ધ “ઉલ ગુલાલ” નો શંખનાદ. જળ જંગલ જમીનનું રક્ષણ તથા “अबुआ दिशुम, अबुवा राज” આપણો દેશ આપણું રાજ નો નારો આપ્યો હતો.આ પ્રસંગે વાંસદા પ્રયોજના વહીવટદારે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશ દેસાઈજી અને ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા દ્રારા ભગવાન બિરસા મુંડાજી ના જીવન અંગે વિસ્તૃત માહિતી આપી હતી તથા દેશમાં ચાલી રહેલા જનજાતિ કલ્યાણ માટેની યોજનાની પણ વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડ થી વર્ચ્યુઅલ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સુરેન્દ્રસિંહ સોલંકી, ચંદુભાઈ જાદવ તથા શંકરભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈ, ડોક્ટર લોચન શાસ્ત્રી, સંગઠનના મહામંત્રી સંજય બિહારી તથા રાકેશ શર્મા, પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી, હનુમાનબારી સરપંચ રાકેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી ડી આઈ પટેલ, મામલતદાર શ્રી મનસુખભાઈ વસાવા, ટીપીઓ હરીસિંહ પરમાર, ઉમેશભાઈ પટેલ તથા તલાટી કમ મંત્રી વિમલભાઈ, રાણી ફળિયાના સરપંચ બાબુભાઈ પટેલ તથા નાની ભમતીના સરપંચ જીતુભાઈ પટેલ હાજર રહ્યા હતા તથા આ સમગ્ર મંચનું સંચાલન દીપકભાઈ પટેલ તથા ધનલક્ષ્મીબેન એ કર્યું હતું

.Today 9 Sandesh News

રીપોર્ટ

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા

Related Posts

No Content Available

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!