” પ્રાથમિક વિભાગમાં ડીમ્પલબેન પટેલ તથા સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં મુકેશભાઈ દુબે ને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરી ટ્રોફી એનાયત કરવામાં આવી ”
વાંસદા તાલુકાના જેસીઆઇ વાંસદા રોયલ અને લાયન્સ કલબ ઓફ વાંસદા આયોજીત વાંસદા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમ તા.5 મી સપ્ટે. 2023 ના મંગળવારના રોજ પ્રાર્થના હોલ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે યોજાઇ હતી.
તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં વાંસદા તાલુકાના વિવિધ શાળાના શિક્ષકોની ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં વાંસદા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ પરમાર, વાંસદા તાલુકાના કેળવણી મંડળના પ્રમુખ નટુભાઈ પંચાલ જેસીઆઇ ના પ્રમુખ મિતુલ ભાવસાર, ભૂતપૂર્વ આચાર્ય મગનભાઈ પટેલ, વાંસદા કોલેજના આચાર્ય પ્રો. યોગેશભાઈ મિસ્ત્રી વાંસદા તાલુકાના બીઆરસી હેમંતભાઈ પટેલ,લાયન્સ પ્રમુખ પટવર્ધનસિંહ સેંગાર, ધર્મેન્દ્રસિંહ સોંલકી,મહેશભાઈ ચૌહાણ, સંદીપભાઈ શાહ, કલ્પેશ સુરતી, જેસી અવિનાશ વૈષ્ણવ , પદ્મુમનસિંહ સોલંકી ધર્મેશભાઈ પુરોહિત, ધનલક્ષ્મી બેન પટેલ વગેરે સૌ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શાળાઓના અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના તાલુકા કક્ષાના બેસ્ટ શિક્ષક સન્માન સમારોહમાં કુલ 26 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી પ્રાથમિક શાળાના વિશેષ સિદ્ધ મેળવનાર 16 શિક્ષકોમાંથી પ્રથમ ક્રમે પટેલ ડીમ્પલબેન બચુભાઇ ચૌઢા પ્રાથમિક શાળા તા.વાંસદા, બીજા કમે સુરેશભાઈ દૈજુભાઈ પટેલ રંગપુર તા.વાંસદા તાનુપાડા વર્ગ શાળા,ત્રીજા કમે મોઇનુંદિન ઇસ્માઇલ રખડા નવાનગર પ્રાથમિક શાળા જ્યારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી ના તાલુકાના બેસ્ટ શિક્ષક તરીકે પ્રથમ ક્રમે દુબે મુકેશભાઈ શ્રીનારાયણ શ્રી સદગુરુ હાઇસ્કૂલ ભીનાર (પ્રવાસી શિક્ષક) ને તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમારના હસ્તે ટ્રોફી તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બીજા કમે શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદાના કાંતિલાલ કલાણભાઈ પટેલ, ત્રીજા કમે ડૉ.રાજેષ એફ.આઈરીસ ઇન્ટરનેશનલ સ્કૂલ વાંસદા તમામ એવાર્ડ વિજેતાઓને ટ્રોફી તથા શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ શિક્ષકોને સર્ટીફીકેટ તથા ફુલ અને પેન આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઇ વાંસદા રોયલના જેસી મિતુલભાઈ ભાવસાર તથા લાયન્સ ક્લબ ઓફ વાંસદાના સભ્યો તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી સિંહફાળો રહ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પટેલ તથા ધનલક્ષ્મીબેન પટેલ તથા કિરણબેન પટેલે કર્યુ હતું. આભારવિધિ ધર્મેન્દ્રસિંહ સોંલકીએ કરી હતી
TODAY 9 SANDESH NEWS