બારડોલી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ ધામદોડ-લુંભા મુકામે યોજાયો.

0
223


બારડોલી.
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકા એટલે કે 20 વર્ષમાં કરવામાં આવેલ વ્યક્તિગત અને સામુહિક વિકાસની હરણફાળ લોકો સુધી પહોંચે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વન્દે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જેથી ગામેગામ સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અમલમાં હોય તેવી તમામ પ્રકારની સેવાઓ અને લાભો મળી રહે.
એ અંતર્ગત આજરોજ જિલ્લા પંચાયત વરાળ બેઠકની વંદે ગુજરાત વિકાસ યાત્રા ધામદોડ-લુંભા ના શાલિગ્રામ રેસીડેન્સી હોલ મુકામે આ પંથકના સહકારી અને રાજકીય આગેવાન શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.જેમાં ધામદોડ લુંભાના સરપંચ નિલકંઠભાઈ રાઠોડ.ઉપ સરપંચ શ્રી પીયૂષભાઈ પટેલ,સભ્ય શ્રી અશોકભાઈ સોલંકી, શ્રીમતી દીક્ષિતા પટેલ,સુનિતા રાઠોડ,અમિતા રાઠોડ અને સરકારના વિવિધ ખાતાના અધિકારીશ્રીની ઉપસ્થિતી માં યોજવામાં આવ્યો.જેમાં ગુજરાત સરકારના વિવિધ વિકાસના કામોની ગાથા ગામના આગેવાન અને ગ્રામપંચાયત ના સભ્ય શ્રી અશોક સોલંકીએ રજુકરી.વિવિધ યોજનાના લાભાર્થીઓ ને કીટ તેમજ કોરોનાકાળ દરમ્યાન કરેલ શ્રેષ્ઠ કામગીરીના પ્રમાણપત્રો મહાનુભવો દ્વારા વહેંચવામાં આવ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here