યુવા શક્તિના ઉપયોગથી દેશની સમસ્યાઓનું નિરાકરણ સંભવ બને છે : કેન્દ્રીય રેલવે, ઇલેક્ટ્રોનિક એન્ડ આઇ.ટી. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

0
157પ્રધાનમંત્રીશ્રી મોદીજીના નેતૃત્વમાં ભારતમાં 73 હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત અને 103 યુનિકોન હોવા એ આપણા માટે ગૌરવની વાત

યુપીઆઈ એક શાનદાર સિસ્ટમ, યુપીઆઈ પ્લેટફોર્મ આજે ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે ઉપયોગી

ઈ ડી આઈ  ગાંધીનગર ખાતે કેન્દ્રીય રેલવે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇ.ટી. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનાં અધ્યક્ષ સ્થાને‘‘સ્ટાર્ટઅપ ’’ અંગે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બર્સ નાં હોદ્દેદારો અને ઇનોવેટર્સ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. દેશની મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ યુવા શક્તિના ઉપયોગથી લાવી શકાય છે તેવું કહેતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્ર નિર્માણનાં કાર્યમાં યુવાનોને આગળ આવવા આહવાન કર્યું હતું.

યુપીઆઈ એક શાનદાર સિસ્ટમ છે અને તેને માત્ર ભારતે જ નહીં પરંતુ વિશ્વભરે અપનાવી હોવાનું જણાવી શ્રી વૈષ્ણવે ભારતમાં ચાલી રહેલા સ્ટાર્ટઅપ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સ સાથે સંવાદ કરતા જણાવ્યું કે આજથી 10 વર્ષ પહેલા ભારતમાં ખૂબ ઓછી સંખ્યામાં સ્ટાર્ટ અપ કાર્યરત હતા જ્યારે વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતમાં 73 હજારથી વધુ સ્ટાર્ટ અપ રાષ્ટ્રનિર્માણ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને દેશમાં 103 યુનિકોર્ન છે જે આપણા માટે ગૌરવની વાત છે.

રેલવે અંગે પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે રેલવે સેવાને વધુ શ્રેષ્ઠ-ઝડપી બનાવવા હાલમાં ૧૫૦ સ્ટાર્ટઅપ કાર્યરત છે. શ્રી મોદીજીના નેતૃત્વમાં રેલવે સેવાઓ વધુ ઉત્તમ બનાવવા બે ગણું વધુ રોકાણ કરવામાં આવ્યું છે. ઓગષ્ટ-૨૦૨૩ સુધીમાં નવી ૭૫ ટ્રેનો જ્યારે આગામી ૩-૪ વર્ષમાં અંદાજે ૪૦૦ નવી ટ્રેનો ભારતીયોની સેવામાં જોડાશે. વર્ષ-૨૦૧૯થી કાર્યરત વંદે ભારત ટ્રેનના વધુ બીજા બે આધુનિક વર્ઝન આગામી સમયમાં લોન્ચ કરાશે જેની ઝડપ અંદાજે પ્રતિ કલાક ૨૦૦ કિ.મી.થી વધુ હશે.  

સંવાદ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સ દ્વારા દેશમાં સ્ટાર્ટ અપ અંગેના વિભિન્ન પ્રશ્નો કેન્દ્રીય મંત્રીશ્રીને પૂછવામાં આવ્યા હતા જેનો સંતોષકારક જવાબ આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સને આપણા દેશમાં સ્ટાર્ટઅપ ને સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનો થકી વર્તમાન સમયમાં ઉત્તમ વાતાવરણ પ્રાપ્ત થયું છે અને સ્ટાર્ટઅપનું ભવિષ્ય હજુ વધુ ઉજ્જળ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં ઊભરતા સ્ટાર્ટઅપ્સને  મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંવાદમાં ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ  ગુજરત સરકારના   પ્રિન્સીપલ સેક્રેટરી એસ. જે. હૈદર, ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ કમિશનર શ્રી એમ.નાગરાજન,  સહિત ઈ ડીઆઈ નાં ફેકલ્ટીસ,સ્ટાર્ટઅપર્સ, ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

Today 9 Sandesh News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here