“વાંસદા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાતા .સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કાર્યકમ યોજાયો.
વાંસદા તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યો યોગેશભાઈ દેસાઈ અને પરશુભાઈ બિરારી કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાતા વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો —————–—————-વાંસદા તાલુકા પંચાયત માં સંખ્યાબંધ ની દ્રષ્ટિએ ભાજપ પાસે 17 સભ્યો અને કોંગ્રેસ પાસે 11 સભ્યો હાલ છે જેમાં નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ગણપત માહ લા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલ વ્યાસ વાસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાવીત. તાલુકા સંગઠનના ઉપપ્રમુખ પદુમન સોલંકી બીપીનભાઈ માહ લા .તાલુકા સંગઠનના મહામંત્રી સંજય બિહારી. કારોબારી અધ્યક્ષ રસિક ટા ક શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી નવસારી જિલ્લા કિસાન મોરચા મોરચા ના ભુપેન્દ્ર પટેલ તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ ભોયા જિલ્લા પંચાયત સભ્યો અંબાબેન માહલા. વાંસદા ગ્રામ પંચાયત સરપંચ ગુલાબભાઈ પટેલ અને અને ચારણ વાળા અને હનુમાનબારી ગામના અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના સભ્યો. તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ મોરચાના પદાધિકારીઓ સંગઠનના પદાધિકારીઓએ ની હાજરીમાં તાલુકા ભાજપ તરફથી ભાજપમાં જોડાનાર મહાનુભવોનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત દરમ્યાન કોંગ્રેસમાંથી આવેલા તાલુકા પંચાયતના સભ્યોનો ટૂંકા પ્રવચન દરમિયાન જણાવેલ કે અઢી વર્ષના રાજ્યમાં કોંગ્રેસમાં અમારા એક પણ કામ પ્રજાકીય થતા ન હતા. જેથી કરીને અઢી વર્ષ બાકી છે તેમાં ભાજપને સાથ આપીને અને બાકીના વિકાસના કામો પૂરા કરવા માટે અમો ભાજપ પરિવારમાં જોડાયા છે એક પરિવાર માંથી બીજા પરિવારમાં આવતા ઘણું દુઃખ થાય છે પણ મન મોટું રાખી આ દુઃખને સુખમાં ફેરવવા ભાજપના રાજમાં ભાજપ સાથે રહી કામો કરીશું તો જ પ્રજા અઢી વર્ષ પછી સ્વીકારશે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ની આગેવાની હેઠળ દેશ રાજ્યો જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓ જે પ્રગતિ કરી રહ્યા છે તેનો ચિતાર થી અમો પ્રભાવિત થયા છે માટે અમે કોંગ્રેસનો સાથ છોડી ભાજપના પરિવારમાં જોડાયા છે
આ કાર્યક્રમ ના પદાધિકારીઓ એ જાહેરમાં આવેલ તાલુકા પંચાયતના બે સભ્યોને જણાવેલ કે તમોને કોઈપણ જાતની તકલીફ કે વાદવિવાદ માં ન જવું પડે તેની જવાબદારી અમે લઈએ છીએ આપ પ્રજાના કામ કરો તો આગળ પ્રજા આપણને ભવિષ્યમાં આગળ લઈ જશે
અંતમાં આભાર વિધિ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી સંજયભાઈ બિરારી કરી હતી”
- Home
- યોગેશભાઈ દેસાઈ અને પરશુભાઈ બિરારી કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાતા વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો