પી.આઈ કિરણ પાડવી અને વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ તથા નાના બાળકોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરવાની દરેક વ્યકતિની નૈતિક અને મૂળભૂત ફરજ છે. જો આપણે પર્યાવરણને નહીં બચાવીશું તો આગામી સમયમાં પ્રાકૃતિક આફતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને પટેલે જણાવ્યું હતું કે દરેક વૃક્ષની નાના બાળકોની જેમ કાળજી લેવી પડશે.તો જ વૃક્ષારોપણ ખરા અર્થમાં સાર્થક નીવડશે.આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવી, તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ, માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, હરદિપભાઈ તથા નાના બાળકો હાજર રહ્યાં હતા.
અમિત મૈસુરીયા વાસદા