વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાન પરાગભાઈ સહારેને “સતી એટલે માતા અને પતિ એટલે પિતા. આપણે બધા કુદરતમાંથી જનમ્યા છીએ અને અમે તેની પૂજા કરીએ છીએ.
દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લામાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતી વસે છે.
સતિપતિની વાત કરીએ તો વર્ષ 1930ના દાયકામાં કથિતરૂપે આદિવાસીઓનો એક એવો સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો હતો, 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ ભારતની સરકાર આણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
ગુજરાતના તાપી જિલ્લામાંથી શરૂ થયેલા આદિવાસીઓનો આ સંપ્રદાય સતિપતિ સમુદાય તરીકે ઓળખાય છે
ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં આદિવાસીઓનો એક સમુદાય એવો પણ છે કે જે માને છે કે ભારતને આઝાદી મળી તે પહેલાં બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાએ સતિપતિ સમુદાયના સ્થાપક કુંવર કેસરીસિંહને જંગલની જમીન અને નદીઓ તથા અન્ય પ્રાકૃતિક સંસાધનનો હક ભેટમાં આપ્યો હતો.
“સતિપતિ સમુદાય પોતાને મૂળનિવાસી તરીકે માને છે અને તેઓ સમજે છે કે જંગલની જમીન, પાણી અને અન્ય સંસાધનો પર તેમનો સીધો અધિકાર છે. તેઓ સરકારની દખલગીરીને સ્વીકારતા નથી.”
સતિપતિ સમુદાય બહારના લોકોનો સ્વીકાર કરવા નથી માગતા. તેઓ જે ઉગાડે એ જ ખાય અને પોતાને ત્યાં જે બને તેનાંથી જ કામ ચલાવે. તેઓ સમૂહ જીવનમાં વિશ્વાસ ધરાવે છે.”
આ આદિવાસીઓ સતિપતિના સ્થાપક કુંવર કેસરીસિંહને ‘ભારત સરકાર’ના માલિક તરીકે ઓળખે છે અને તેમને પૂજનીય માને છે.
આ આદિવાસીઓમાં સમુદાયના સ્થાપક કેસરી સિંહ અને ત્યાર બાદ તેમના પુત્ર કુંવર રવિન્દ્ર સિંહને પૂજનીય માનવામાં આવે છે.