ધોરણ-12ની પરીક્ષા પણ રદ્દ:આ વર્ષે CBSE ધોરણ-12ની એક્ઝામ નહીં યોજાય, વડાપ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી અગ્રિમતા

સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. આ વિકલ્પ રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે બોર્ડ પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાના હતા, પણ તેમની તબિયત બગડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પરીક્ષાના આયોજન અંગેના વિકલ્પો તથા પરીક્ષા રદ્દ કરવાના વિકલ્પ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે અગાઉના પર્ફોમન્સના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકા ના વનવિભાગ ના વિસ્તાર માં વધુ એક લાકડા ચોરી નો કિસ્સો સામે આવ્યો વનવિભાગે ગેર કાયદેસર ઝડપેલું લાકડું બીજા તાલુકા માં ઈટ ના ભટ્ટે કેવી રીતે વેચાયું?

વાંસદા તાલુકાના અંકલાછ વણઝારવાડી વિસ્તારમાં મહુડા ના ઝાડ અને અન્ય ઝાડ ની ગેરકાયદેસર રીતે કાપણી થઈ. મહુડા ના ઝાડ કાપવા કોઈ પરવાનગી ન હોવાની માહિતી મળતા મીડિયા કર્મી દ્વારા અંકલાછ…

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!