આ બંન્ને તાલુકામાંથી કારીગર વર્ગ સહિત અન્ય નોકરી અને રોજગાર માટે વલસાડ,વાપી,ઉમરગામ,દમણ સેલવાસ જેવા સંઘપ્રદેશ સુધી ઓદ્યોગિક વસાહતો અને કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરવા માટે સવારથી નિકળી જાય છે.આ વ્યક્તિઓને વેક્સિન મૂકવા માટે કલકેટર આર.આર.રાવલ સમક્ષ વાત ધ્યાને આવતા તેમણે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.આરોગ્ય વિભાગની ટીમે આવા લાભાર્થીઓ માટે ખાસ નાઇટ વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે.જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 235 જેટલા ગ્રામ્ય લાભાર્થીનું વેક્સિનેશન કર્યું છે.
આરોગ્ય વિભાગના સર્વે બાદ ઘરે ઘરે જઇને કોરોના વેક્સિનેશન કરાવ્યું હતું
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ઉંડાણના ગામોમાં દિવસે ગ્રામજનો બહારગામ નોકરી અને રોજીરોટી માટે જતા હોવાનું સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું.હાલે 45 પ્લસના વિક્સિનેશનમાં વધારો કરવા આરોગ્ય વિભાગે આ વિસ્તારોમાં નાઇટ વેક્સિનેશન કરાવી અનોખી પહેલ કરી છે.
અંતરિયાળ વિસ્તારોના ફળિયાઓમાં આરોગ્યની ટીમ પહોંચી રસીકરણ
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ધરમપુર કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં બહારગામથી પરત મોડી સાંજ સુધી પરત આવતા નોકરી રોજગારમાં વ્યસ્ત રહેતા 45 પ્લસ વયના ગ્રામજનો માટે નાઇટ વેક્સિનેશન કેમ્પ હેઠળ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી મૂકવામાં આવી હતી. જેને લઈ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.