૧૭૭ -વાંસદા વિધાનસભા સીટના ભાજપના શિક્ષિત યુવા ઉમેદવાર આદર્શવાદી વ્યક્તિત્વ ધરાવતા પિયુષ પટેલની ગાથા !!!

0
140
પિયુષભાઈ પટેલ ૧૭૭_વિધાનસભા ના ઉમેદવાર

આમ તો જીવનમાં મહત્વકાંક્ષા ઘણી વ્યક્તિને હોય છે પરંતુ આદર્શ ઘણી ઓછી વ્યક્તિઓમાં હોય છે !

વાંસદા…..

વાંસદા તાલુકો એટલે સહ્યાદ્રિ ગિરિમાળાઓની વચ્ચે આવેલો એક બાહૂલ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં વાંસદાના મનપુર ગામે જન્મેલા હિંદુ-કુકણા સમાજના ૩૭ વર્ષીય પિયુષભાઈ પટેલે પોતાના આદર્શ માનતા એમના પિતાજી કાંતિલાલભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે અને તેઓની સાથે પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહી બધા મુખ્યત્વે શિક્ષણ સાથે જોડાયેલા છે. પિયુષભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ ગુરુકુળ વિદ્યાલય ગાંધીનગર ખાતેથી કરી વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં બીએ ઇંગ્લિશની સ્નાતક ડિગ્રી વ્યારા કોલેજ માંથી પૂર્ણ કરી એમબીએ માર્કેટિંગની ઉચ્ચ ડિગ્રી સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર થી વર્ષ ૨૦૦૯ માં પ્રાપ્ત કરી હતી.

        વધુમાં પિયુષભાઈ પટેલે વર્ષ ૨૦૧૧ માં જીપીએસસીની નાયબ મામલતદારની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૧૨ થી નાયબ મામલતદાર તરીકે નવસારી જિલ્લાના અલગ અલગ તાલુકા ઓમાં ૧૦ વર્ષ સુધી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવેલ હતી અને આ સમયગાળા દરમિયાન ચીખલી ખેરગામ નવસારી વાંસદા તાલુકાના લોકો સાથે જન સંપર્કમાં રહી આગવું નામ અને પ્રતિષ્ઠા જાળવી રાખી હતી. પિયુષભાઈ પટેલએ આવનારી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨.માં ૧૭૭ વાંસદા વિધાનસભા સીટ પરથી ભરોસાની એવી ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડનાર એક સરળ વ્યક્તિત્વ ધરાવતા અને આદર્શ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હોઈ તેઓએ શૈક્ષણિક આરોગ્ય તેમજ સેવાકીય ક્ષેત્રે જન માણસના કામો કરી આગવું નામ અને પ્રતિષ્ઠા જાળવી છે અને સારી લોકચાહના મેળવી છે જેમાં પિયુષ પટેલે ઘણા લોકો ઉપયોગી અને સેવાકીય કાર્ય કરી આદિવાસી વિસ્તારના યુવાનોને પગભેર થવા માટેના અનેક મોટિવેશન પ્રોગ્રામો કરી ઉદારતા દર્શાવી હતી અને તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન કોઈપણ જાતના ભેદભાવ વગર સૌના ઉત્થાન માટે હરહંમેશ સાચી ભાવનાથી કાર્યો કર્યા છે ત્યારે પિયુષભાઈ પટેલને ધારાસભ્ય તરીકે વિજય બનાવવા માટે તથા તેઓને ગાંધીનગર વિધાનસભા ભવન સુધી પહોંચાડવા માટે કાર્યકરો મંડી પડ્યા છે.

પિયુષભાઈ પટેલે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ત્યારે તેઓ લોક સેવા કરવા આવ્યા હોય આદિવાસીઓના કલ્યાણ માટે અને આ દિશામાં આદિવાસી સમાજના વિકાસના ઉત્થાન માટે તેઓ તત્પર અને કાર્યશીલ વ્યક્તિ તરીકે યુવાઓમાં લોકચાહના મેળવેલ છે તેઓએ વધુ જણાવતા તેમણે કહ્યું હતું કે વિકાસના કામો કરવા મેં ચૂંટણીમાં ઝપલાવ્યું છે. આ માટે મે સત્તામાં આવ્યા બાદ પ્રથમ આધુનિક યુગ સાથે કદમ મિલાવવા સાથે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કાર્ય કરવાની તેમણે નેમ લીધી છે આદિવાસી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો કરવાની વાત પણ કરી હતી. જેના માટે ચૂંટણી જંગ જીતવા અત્યારે સવારથી રાત સુધી ડોર ટુ ડોર પ્રચાર કરી તેઓ તેમની નીતિઓ વિશે દરેક નાગરિકને મળીને જણાવી રહ્યા છે.અમારો મુખ્ય મુદ્દો સર્વાંગી વિકાસનો છે. જેના માટે અમે સર્વ સમાજને સાથે રાખીને ગામના જે વિકાસના કામ નથી થતા તે નિર્વિવાદ કરવા માંગીએ છીએ.


વાંસદાના અંતરિયાળ ગામો સરા ,સાદળ દેવી ,વાટી ખરજઈ જેવા ગામોમાં આવેલ આંગણવાડીના ૧૦ જેટલા કુપોષિત બાળકોને દત્તક લઈને આ બાળકોને કુપોષણ માંથી તંદુરસ્ત કર્યા હતા.

સરા ગામે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે આદિવાસી સોલ્જર લાઇબ્રેરીની ફેબ્રુઆરી ૨૦૨૨ માં પિયુષભાઈ પટેલના સહયોગથી શરૂ થઈ હતી અને સીતાપુર ગામે સીતા માતાના મંદિર નિર્માણ મા મહત્વની ભૂમિકા ભજવી હતી


પિયુષ પટેલને વર્ષ ૨૦૧૭ માં નવસારી જિલ્લાના શ્રેષ્ઠ નાયબ મામલતદાર તરીકે એવોર્ડ વર્ષ ૨૦૨૦ માં કોવિડ-૧૯ માં આરોગ્ય લક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને શ્રેષ્ઠ નાયબ મામલતદારનો એવોર્ડ પણ એનાયત કરાયો હતો

અમિત મૈસુરીયા TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here