ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયુ
ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું.
વાંકલ:
ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું.છેલ્લા 35 વર્ષથી આ રીતે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે.વાડી ગામનાં પ્રાથમિક શાળાથી આ રમતોત્સવની શરૂ કરાઈ હતી.
આદિજાતિ વિકાસ વિભાગ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યનાં અનેક જિલ્લામાંથી 120થી વધુ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર,બરોડા, અમદાવાદ થી પણ કબડ્ડી રમવા માટે આવ્યા હતા.
ભરતાપમાં પણ સ્પર્ધકોનો ઉત્સાહ અડગ જોવા મળ્યો હતો.પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,રિતેશ વસાવા, સાંસદ પ્રભુ વસાવા, દિનેશ સુરતી, અફઝલ પઠાણ, ઉંમરપાડા તાલુકા પ્રમુખ શારદા ચૌધરી, જિલ્લાનાં અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.
રીપોર્ટ: વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ