
વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા
વાંસદા: સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં કાવેરો નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચાણવાળા ઘરોમાં રહેતા ચાર લોકોને સુરક્ષિત રીતે પાલગભાણ ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ પ્રાથમિક શાળામાં સુરક્ષિત છે અને તેમની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ પટેલના જણાવ્યા મુજબ, ચાર લોકોને સલામત સ્થળે ખસેડીને શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન ગામના સરપંચ અંજનાબેન ગામીત, પોલીસ અને હોમગાર્ડના જવાનો સતત સ્થળ પર હાજર રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તથા અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને નદીકાંઠાના તથા નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
