
વાસદા તાલુકામાં ધોળે દિવસે આંગળીયા પેઢીના સંચાલક ની નજર ચૂકવી 14 લાખ ભરેલી બેગ લઈને ગઠીયા કરાર થઈ ગયા

સીસીટીવી ના આધારે એક તસ્કર કારમાં બેઠો બીજા બે શખ્સ ગ્રાહક બનીને પૈસા મશીનમાં ગણવા પડશે કહી સીધા કેબીનમાં ઘુસ્યા અને ખેલ પાડી સંચાલકની નજર ચૂકવી 14 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા.આંગડિયા પેઢીના સંચાલકે પીછો કરતા દોઢ લાખ રોડ પર પાડી ગયા હતા.
આ ઘટના વાસદાનગરમાં હનુમાનજી મંદિર પાછળ આવેલી આંગળીયા પેઢી માં જાણે ફિલ્મી ઢભે ધોળે દિવસે લૂંટ કરી. તસ્કરો મોટેભાગે આંગડિયા પેઢીને નિશાનો બનાવતા હોય છે અગાઉ પણ એવી ઘણી આંગડિયા પેઢીની લૂંટ નીઘટના બની છે. જે પોલીસ રેકોર્ડમાં નોંધાયેલ છે. આગળની વધુ તપાસ વાસદા પોલીસ કરી રહી છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
