વાંસદા તાલુકા પંચાયત ના બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર કૃણાલ પટેલ ACB ના છટકા માં ઝડપાયા.

“વાસદા તાલુકા પંચાયત બાંધકામ શાખા ફરી એકવાર એસીબી ના કેસમાં બદનામ.”

વાસદા તાલુકા પંચાયત ના કર્મચારી અવારનવાર ACB ના કેસ માં ઝડપાયા કરતા હોય છે.ભૂતકાળ માં પણ પટાવાળા ને બાલીનો બકરો બનાવાયો હતો.

-શું ટકાવારીની હેરાફેરી થી તાલુકા પંચાયત TDO અધિકારી અજાણ હશે કે ભાગીદાર? એ એક શંકા નો વિષય એક લોક ચર્ચા તાલુકા વિસ્તારમાં થઈ રહી છે.

-સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા ટકાવારી આપવામાં મોડું થાય તો તાલુકા પંચાયતના વહીવટદાર તરફથી ધાક ધમકી પણ આપવામાં આવે છે.

ક્રિકેટ ગ્રાઉન્ડ નું બિલ ડિસેમ્બર 2025 માં પાસ થવા માટે મૂક્યું હતું પરંતુ ટકાવારી ન આપતા છેવટે 2026 માં લાંચની રકમ નક્કી કરવામાં આવી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવેલ કોન્ટ્રાક્ટરના 4,61 લાખના 5 ટકા કમિશન 23 હજારને બદલે 16 હજારની રકમ બીલ પાસ કરવા લાંચમાં નક્કી કરાઈ હતી.

“વાંસદા માં ટકાવારી રાજ અંગે કોંગ્રેસે ચૂંટણી મુદ્દો પણ બનાવ્યો હતો . ધારાસભ્ય અનંત પટેલે આ બાબતે ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવી ટકાવારી રાજ બંધ કરવા માટે ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.”

ફરિયાદી લાંચ આપવા ન માંગતા હતા તેથી તેમણે વલસાડ એસીબી પોલીસ સ્ટેશનનું સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ટ્રેપીંગ અધિકારી પીઆઈ જે.આર ગામીત અને તેમની ટીમે વાસદા તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. કૃણાલ પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પાર્કિંગમાં જ 16000 ની લાંચ સ્વીકારતા ની સાથે જ એસીબી ની ટીમે તેમને ઘટના સ્થળે જ ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ અધિકારીનો પગાર મહિને ₹60.000 થી વધુ હોવાનું પણ તપાસ અધિકારી દ્વારા માહિતી મળી હતી આટલો પગાર હોવા છતાં પણ ટકાવારી નો મોહ છૂટતો નથી.

અગાઉ પણ પટાવાળા ને મોહરો બનાવી TDO સ્ટાફે પોતાનો બચાવ કર્યો હતો.આ લાડવા માં કેટલા ભાગીદાર હોય છે. તેમના નામ બહાર આવતા નથી. જો ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તો TDO સ્ટાફ ના ટકાવારી ના વહીવટદાર ના ચહેરા પણ બહાર આવી શકે.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ – અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સુરતમાં કરોડોનું કૌભાંડ ઓશિયન એમટેક કંપની ની એક કા ડબલ ની સ્કીમ ચલાવનારા વિરુદ્ધ FIR પાંચ આરોપી માં સાવન સાવલિયા ની ધરપકડ.

સુરતમાં ઓશિયન એમટેક કંપનીનું કોરો કરોડોનું કૌભાંડ બહાર આવતા પાંચ લોકો પર FIR કરી ગુનો નોંધાયો સુરત ઉત્રાણ પોલીસ સ્ટેશન માં કરોડોની છેતરપિંડીનો ગુનો નોંધાયો. જેમાં એક કા ડબલ ની…

વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!