
ઇન્ડીયન યોગ એસોસિયેશન નવી દિલ્હી ના ગવર્નિંગ કાઉન્સિલ ના ચેરમેન શ્રી શ્રી. રવિશંકરજી ( આર્ટ ઓફ લિવિંગ) દ્વારા તારીખ ૨૬ જૂને મળેલ જનરલ બોડી મીટિંગ માં વર્ષ ૨૦૨૬- ૨૦૩૦ માટે એક્ઝિક્યુટિવ બોડી નિયુક્ત કરવા માં આવી. જેમાં આનંદ તપોવન ના અધ્યક્ષ અને જાણીતા યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ ને ફાઇનાન્સ કમિટી માં નિયુક્ત કરવા માં આવ્યા છે.

રાષ્ટ્રીય સ્તર પર વિશ્વસ્તર ના યોગ ગુરુઓ દ્વારા થયેલ આ નિયુક્તિ ગુજરાત માટે ગૌરવ છે
. ડૉ. શંકરભાઈ યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય લેવલ પર સ્પેન, મલેશિયા, અને દુબઇ માં આયુષ મંત્રાલય ના ડેલિગેટ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ નિયુક્તિ થી નવસારી જિલ્લા ના યોગ ના પ્રચાર પ્રસાર ને વેગ મળશે.આ એક દક્ષિણ ગુજરાત માટે ગૌરવની વાત છે
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
