વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે તેવી સ્થાનિકો ની માંગ.
— “શું પોલીસ પારદર્શક તપાસ કરશે? નિષ્પક્ષ તપાસ નહીં થાય તો નિર્દોષ મૃતક પરિવાર પર અન્યાય” થશે તેવી લોકચર્ચા.” _
” રૂપિયાના બંડલો ના જો રે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરેલ હોવાની લોક ચર્ચા. ”
વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે બનેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ હવે સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.
આ બનાવને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા જોર પકડતી જાય છે કે તપાસની દિશા સાચી છે કે નહીં? કેટલાક લોકોમાં એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે વાસ્તવિક જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવામાં કોઈ પ્રકારની ગેરરીતિ તો નથી થઈ રહી. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

આ ઘટનાને લઈને પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો ઉચ્ચ સ્તરની તપાસની માંગ કરી રહ્યા છે. સાથે જ કેટલાક લોકોએ રાજ્યના ગૃહ વિભાગ સુધી મામલો પહોંચાડવાની પણ વાતો કરી છે, જેથી પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળી શકે.
હાલમાં આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.વાસદા પોલીસે વધુ તપાસ હાથ ધરી..

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!