વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યુ.મારુતિ ઝેરોક્ષ સી.એસ.સી. સેન્ટર ની માન્યતા રદ કરવા અને સ્ટેમ્પ પેપર ની કાળા બજારી ની ફરીયાદ.

વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. વાંસદા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી વાંસદા માં આવેલ મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટર ના માલિક સજ્જન વૈષ્ણવ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સ્ટેમ્પ પેપર ની કાળા બજાર ,સ્ટેમ્પ પેપર ની નિયત રકમ કરતા વધુ રકમ ની માંગણી તથા પોતાને જ નોટરીનું કામ આપે તો સ્ટેમ્પ આપવાની દાદાગીરી સામે આવેદન પત્ર આપવામાં આવ્યું.

જેમાં મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટરના માલિક પર કાયદેસર ની કાર્યવાહી તથા તેમનું સી. એસ. સી. સેન્ટરનું લાઇસન્સ રદ કરવા માટે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

જેમા વકીલ મંડળના પ્રમુખ સંજય અને. પટેલ તથા સિનિયર એડવોકેટ ભરત દાશોંદી, પ્રદ્યુમન સોલંકી, રાજેશ ગાંધી, જસવંત એ. પટેલ , રમણ વી. પટેલ, જયશ્રીબેન પટેલ, અંજુબેન ગાયકવાડ તથા વકીલ મંડળના પચાસથી વધુ એડવોકેટ હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગૌમાતા સન્માન રેલીમાં ટૂંક જ સમય માં મોટીસંખ્યા માં હિન્દુ સંગઠન ના ગૌ ભક્તો એ ભેગા થઈ આવેદનપત્ર આપ્યું.

ગૌ માતા સન્માન રેલીમાં ટૂંક જ સમયના આમંત્રણ ને માન આપી પધારેલા સમસ્ત હિન્દુ સમાજ ના ભાઈઓ અને બહેનો નો ખૂબ ખૂબ આભાર માનવા માં આવ્યો હતો. વાંસદા મામલતદાર ને…

નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ.

નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ. આંગણવાડી બહેનો ની ધરણા ની ચીમકી!. કોગ્રેસ કાર્યકર્તાઓ સાથે જી. પ્રમુખ દીપક બારોટ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!