
વાંસદા ખાતે આવેલ જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા -દ્વારા આજે મહાન સંગીતકાર જયકિશન ડાહ્યાભાઈ પંચાલજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન જયકિશનજીના અમર સર્જનાત્મક ગીતો ગુંજતા થતા સમગ્ર વાતાવરણ સંગીતમય બન્યું હતું.
આ અવસરે ગામના આગેવાન તથા સંગીત રસ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સભ્યો મહેશભાઈ પટેલ, મયુરભાઈ પારેખ, નીરજભાઈ પારેખ, હરદીપભાઇ સગર, પ્રીતિબેન પારેખ, મિત્તલબેન ગરાસિયા તથા ગામના અગ્રણી નટુભાઈ પંચાલ, પદ્યુંમનસિંહ સોલંકી હાજર રહ્યા હતા. ઉપરાંત સુરતથી વિશેષ પધારેલ રાજેશભાઈ પટેલે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી.
આ શ્રદ્ધાંજલિ પ્રસંગે સૌએ જયકિશનજીના અવિસ્મરણીય સંગીતકાર્યને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા – વાંસદા 6357031583
Whatsap No. 9974263350
