
મુખ્યમંત્રીએ અન્ય મહાનુભાવો સાથે દેશભક્તિનું ગાન કરતી આ તિરંગા યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવની ચેતનાનો સંચાર કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાડતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક સમા તિરંગા પ્રત્યેના આદર-સન્માનને ઉજાગર કરવા ‘હર ઘર તિરંગા’ અભિયાનની પ્રેરણા આપી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આ વર્ષે તિરંગા અભિયાનમાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા કરેલ આહવાનને વધાવી લેવા મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ‘નેશન ફર્સ્ટ’ના ભાવ સાથે સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા’ની જ્યોત રાજ્યના ખૂણે ખૂણે પ્રગટાવીને આઝાદીના 100મા વર્ષે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

દેશપ્રેમથી સભર વાતાવરણમાં આયોજિત આ તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડનાં બાળકો તેમજ શિક્ષકોએ 2151 ફૂટ લાંબા તિરંગા સાથે સહભાગી થઈ આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો.
તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ તેમજ અન્ય સુરક્ષા દળો તથા ફાયરબ્રિગેડના જવાનોની વિવિધ પ્લાટુન્સ, બેન્ડ, અશ્વ દળ, શાળાનાં બાળકો, રમતવીરો સહિત વિવિધ વર્ગ અને સમાજના લોકો અને આગેવાનો તથા વિશાળ સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

આવો જાણીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થઈ પ્રબળ રાષ્ટ્રભાવના સાથે તિરંગા રંગે રંગાયેલ ગુજરાત
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
