વાંસદા-
વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત ભીનારમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.
V. – ABLE ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરાના પ્રમુખ મેઘા શાહ તેમના ધર્મપત્તિ મેહુલભાઈ શાહ ટ્રસ્ટી જય મિસ્ત્રી તથા શાળા સંચાલક મંડળના નવનિયુક્ત પ્રમુખ હસમુખભાઈ પટેલ ટ્રસ્ટી ખુશાલભાઈ ઠાકોરભાઈ ગામના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ધ્વજવંદન V-ABLE ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મેઘા શાહના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિકાસમાં ભૌતિક સગવડો પૂરી પાડનારા સમાજના દાતા અને વાંસદા વિસ્તારના જાણીતા બિલ્ડર ભાવેશભાઈ ઠાકરાણી, દિનેશભાઈ વાસાણીએ આ પ્રસંગે ઉપસ્થિત રહી શાળાના પ્રાંગણને શોભાવ્યું હતું.
કાર્યક્રમના પ્રમુખ મેઘા શાહ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક ઘડતર અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણાદાયી વક્તવ્ય આપી સાથે જ ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ શાળાને જરૂર સામગ્રી પૂરી પાડી હતી તેનો ઉલ્લેખ કરી આવનારા સમયમાં પણ શાળાના શૈક્ષણિક તેમજ ભૌતિક વિકાસમાં યોગદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા શાળાના વિકાસમાં યોગદાન આપનારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંચાલક મંડળના નવનિયુક્ત પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા આ તબક્કે શાળાના ઉત્તર ઉત્તર થયેલા વિકાસની પ્રશંસા કરવામાં આવી હતી.
ધ્વજવંદન વિધિ પૂર્ણ થયા બાદ આ પ્રસંગે ઉપસ્થિતA-VBLE પ્રશ્નના પ્રમુખ મેઘા શાહનું શાળાની શિક્ષિકા મિતલબેન ડી.દશૌદી દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું . ટ્રસ્ટ ના સભ્ય જય મિસ્ત્રી તથા મેહુલ શાહનું શાળાના આચાર્ય દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા બિલ્ડર્સ ભાવેશભાઈ તથા દિનેશભાઈ નું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી શાળાના શિક્ષક વિનોદભાઈ માહલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશભાઈ દુબે પોતાની શાળા પ્રત્યેની ફરજ અને નિષ્ઠા અદા કરતા સમાજના દાતાઓ પાસેથી દાન પ્રાપ્ત કરી આ શાળાના વિદ્યાર્થીઓ સુધી જરૂરી સહાય પૂરી પાડતી સામગ્રી લાવી વિદ્યાર્થીઓના શિક્ષણમાં યોગદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમણે સમાજના દાતાઓ પાસેથી નોટબુક બોલપેન રાઇટીંગ પેડ જેવી વિદ્યાર્થીઓની જરૂરિયાતની સામગ્રી લાવી શાળાના માતા પિતા વિહોણા બાળકોને પૂરી પાડી હતી. એમના આ કાર્યને બિરદાવી શાળાના આચાર્ય દ્વારા એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અંતે શાળાના એન.એસ.એસ. વિભાગ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્નેહીજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ આથાક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવયો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરિયા