
આ કામમાં લાંચ લેનાર અધિકારી દ્વારા ફરિયાદી ની ગાડીઓ અમદાવાદ ચાલતી હોય ગાડી દીઠ 10000 એમ કુલ પાંચ ગાડી ચલાવવા 50000 લાંચ ની માંગણી કરી હતી..લાંચ ની રકમ નહીં આપવા ફરિયાદી દ્વારા એ સી બી ના અધિકારી નો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી..
(૧) જગદીશકુમાર ગણેશભાઇ ડાભી, મામલતદાર, (વર્ગ-૨), પ્રાંતિજ, જી.સાબરકાંઠા
(૨) કમલેશકુમાર અશોકભાઇ પરમાર, આઉટ સોર્સ (ડ્રાઇવર), પ્રાંતિજ મામલતદાર કચેરી, જી.સાબરકાંઠા
પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કીંગમાં પાર્ક કરેલ આરોપી નંબર-૨ ની ઇકો ગાડીમાં લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા.
આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીની ગાડીઓ રેતી-કપચી વિગેરે માલ ટ્રાન્સફર કરવા સારૂ પ્રાંતિજ થી અમદાવાદ ખાતે ફરતી હોય અને આ ગાડીઓ નહી પકડવા અને મોટો દંડ નહી કરવા સારૂ આરોપી નંબર-૧ ના કહેવાથી આરોપી નંબર-૨ નાઓએ ફરીયાદી પાસે ગાડી દિઠ રૂ.૧૦,૦૦૦/- એમ કુલ-૫ ગાડીના કુલ રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર-૨ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી બંને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી, ગુનો કરેલ છે.
સમગ્ર બાબતે ટ્રેપીંગ ઓફીસર તરીકે, એચ.બી.ચાવડા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર એ.સી.બી. એકમ સુપર વિઝન અધિકારી તરીકે, એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમ કાર્યરત હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
